72
/ 100
SEO સ્કોર
Breaking: દિવાળી પર ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ, MSPમાં વધારો કર્યો
Breaking : મોદી સરકારે દિવાળી પર ખેડૂતોને મોટી ભેટ આપી છે. સરકારે રવિ પાકના MSPમાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે 2025-26 સીઝન માટે 6 રવિ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય હેઠળ, વિવિધ પાકોની MSP વધારવામાં આવી છે, જેથી ખેડૂતોને તેમના પાકના સારા ભાવ મળી શકે.
નવી સૂચના મુજબ:
- ઘઉંની MSP વધારીને ₹2,425 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે, જે અગાઉ ₹2,275 હતી.
- જવની MSP વધારીને ₹1,980 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે, જે અગાઉ ₹1,850 હતી.
- ચણાની MSP વધારીને ₹5,650 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે, જે અગાઉ ₹5,440 હતી.
- મસૂરની MSP વધારીને ₹6,700 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે, જે અગાઉ ₹6,425 હતી.
- સરસવની MSP વધારીને ₹5,950 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે, જે અગાઉ ₹5,650 હતી.
- કુસુમના MSPને વધારીને ₹5,940 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે, જે અગાઉ ₹5,800 હતો.
- સરકારનું આ પગલું ખેડૂતોને તેમના પાકના વાજબી ભાવ આપવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે.