ભારતીય વાયુસેનાના લગભગ 12 મિરાજ 2000 લડાયક વિમાનોએ સરહદ પર આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો અને તેને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી નાંખ્યા છે.
પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારતે પોતાના સુરક્ષાદળને કાર્યવાહી માટે ખુલ્લી છૂટ આપી દીધી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, પુલવામા આતંકવાદી હુમલાનું કાવતરું ઘડનારાને છોડવામાં નહીં આવે અને સૈન્ય પોતાના હિસાબે કાર્યવાહી કરશે.
આજે પુલવામા આતંકવાદી હુમલામાં 12 દિવસો થયા છે અને આજે પાકિસ્તાનની ડરપોક હરકતને અંજામ આપવા માટે ભારતનાં 12 લડાયક વિમાનોએ પાકિસ્તાનને વળતી પ્રતિક્રિયા આપી છે. આજ સવારે ભારતીય હવાઇ દળે એલઓસીને પાર કરી અને આતંકવાદી કેમ્પને ઉડાવી દીધો છે.
તેમણે એમ પણ કહ્યું કે આ હુમલામાં 200-300 આતંકવાદીઓ અને પાકિસ્તાની સેનાના પાંચ સૈનિકો મૃત્યુ પામ્યા હતા. આ હુમલા બાદ, ભારત-પાક સરહદ પર તણાવ વધવાની સંભાવના છે, જે સરહદ પર પોસ્ટ કરવામાં આવેલી તમામ સુરક્ષા દળોને ચેતવણી આપી છે.