સોશિયલ મીડિયા સહિત ટીવી ચેનલો પર દર્શાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં ભારતીય એરફોર્સ દ્વારા એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. જે વીડિયો બતાવવામાં આવી રહ્યો છે તે 26 ફેબ્રુઆરીનો નથી પરંતુ જૂનો છે. બીબીસી હિન્દીએ વાયરલ વીડિયો અંગે પોતાનું ઈન્વેસ્ટીગેશન રિપોર્ટ રજૂ કર્યો છે.
વાંચો રિપોર્ટ
વીડિયોને શેર કરનારે દાવો કર્યો છે કે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ઘૂસી જઈને જૈશે મહોમ્મદના મોટા કેમ્પને તબાહ કરી નાંખ્યો છે.
ભારતના વિદેશ સચિવ વિજય ગોખલેએ પણ મંગળવારે સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતીય વાયુસેનાનાં મિશનની જાણકારી આપી હતી.
તેમણે કહ્યું કે ભારત સરકારને વિશ્વસનીય ટીપ્સ મળી હતી કે જૈશે મહોમ્મદ દેશના અન્ય ભાગોમાં આત્મઘાતી હુમલા કરવાની તૈયારી કરી રહ્યું છે. જેથી કરીને મંગળવારે વહેલી સવારે ભારતને બાલાકોટમાં જૈશના ટ્રેનિંગ કેમ્પને ટારગેટ કર્યો.
આ નિવેદન બાદ ભારત સહિત પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક અને ઈન્ડીયન એરફોર્સ તથા બાલાકોટ ટવિટર પર ટોપ ટ્રેન્ડસ બની રહ્યા.
પ્રથમ વીડિયો
આ હેશટેગ સાથે ફાઈટર વિમાનો દ્વારા કથિત બોમ્બ મારાનો જે વીડિયો શેર કરવામાં આવ્યો અને ટીવી પર પણ તેને બતાવવામાં આવી રહ્યું છે તે વીડિયો પાકિસ્તાનના સોશિયલ મીડિયા યૂઝર્સ અનુસાર 22 સપ્ટેમ્બર 2016નો છે. સપ્ટેમ્બર-2016માં આ વીડિયો યૂ-ટ્યૂબ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદને બતાવામાં આવી છે.
વીડિયોમાં કેટલાક ફાઈટર પ્લેન ઈસ્લામાબાદ પરથી ઉડતા જોવા મળે છે અને આ દરમિયાન પ્લેન લાઈટ ફ્લેર છોડતું દેખાય છે. પાકિસ્તાનના પત્રકાર હામીદ મીરે પાકિસ્તાની આર્મીના 22મી સપ્ટેમ્બરે પેટ્રોલીંગ કર્યું હોવાનું સમર્થન કર્યું છે. તેમણે ત્યારે એક ટવિટ કરી હતી.
સપ્ટેમ્બર 2016ના મીડિયા રિપોર્ટ પ્રમાણે જ્યારે 18મી સપ્ટેમ્બર 2016માં ઉરીમાં હુમલો કરવામાં આવ્યો ત્યારે બન્ને દેશો વચ્ચે તણાવની સ્થિતિ ઉભી થઈ હતી. ત્યારે પાકિસ્તાની આર્મીએ ભારત તરફથી હુમલાની આશંકાને પગલે ઈસ્લામાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં ફાઈટર પ્લેન ઉડાડી અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં લાહોર-ઈસ્લામાબાદ હાઈ-વે પર પણ પ્લેન ઉતારવાની પ્રેક્ટીસ કરવામાં આવી હતી.
બીજો વીડિયો
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ ઝીયાઉલ હકના પુત્ર એઝાઝુલ હકે 24 ફેબ્રુઆરી-2019ની સવારે 10 વાગ્યે ટવિટ કરી હતી કે કાલે રાત્રે ફોર્ટ અબ્બાસ વિસ્તારમાં સવા બે વાગ્યે બે ફાઈટર પ્લેનનો અવાજ સંભળાયો જેનાથી ખળભળાટ થયો. શું નિયમ તોડીને સીમા પાર આવેલા ભારતીય વાયુસેનાના વિમાનનો પીછો કરી રહ્યા હતા કે પછી પ્રેક્ટીસ કરી રહ્યા હતા.
એઝાઝુલ હકે આ ટવિટ ભારત-પાકિસ્તાન બોર્ડરને લગોલગ આવેલા હારુનાબાદ(પાકિસ્તાન)થી કરી હતી. આ વિસ્તાર મુલ્તાનથી દક્ષિણમાં આવેલું છે. ભારત સરકારે જે જગ્યાએ એર સ્ટ્રાઈક કરવાનો દાવો કર્યો છે તે વિસ્તાર હારુનાબાદથી બહુ જ દુર છે.
પાકિસ્તાનના અસદ નામના ટવિટર યૂઝરે એઝાઝુલ હકના જવાબમાં વધુ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો 25 ફેબ્રુઆરીના રોજ 1.21 મીનીટે પોસ્ટ કરવામાં આવ્યો હતો. એટલે કે એરસ્ટ્રાઈકના દાવાની એક રાત પહેલાંનો વીડિયો છે.
પાકિસ્તાનમાં આ વીડિયોને પાકિસ્તાની સેનાની જાંબાઝી તરીકે ગણાવમાં આવી રહ્યો છે. પરંચુ આ વીડિયોને ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક સાથે દર્શાવવામાં આવી રહ્યા છે અને બતાવવામાં આવી રહ્યા છે આવી રીતે ભારતીય સેનાએ એર સ્ટ્રાઈક કરી છે.
ત્રીજો વીડિયો
આ બે વીડિયો ઉપરાંત બીબીસીએ ત્રીજા વીડિયો અંગે પણ ખુલાસો કર્યો છે. આ વીડિયોને કેટલાક લોકો ટવિટર, ફેસબૂક, ચેટીંગ અને વ્હોટસઅપ પર શેર કરી રહ્યા છે અને ઈન્ડીયન એરફોર્સ દ્વારા કરાયેલી એર સ્ટ્રાઈક તરીકે દર્શાવી રહ્યા છે.
આ વાયરલ વીડિયોમાં કેટલાક લોકો એક જરી-પુરાણી ઈમારત પાસેથી ભાગતા નજરે પડે છે અને બાદમાં ફાઈટર વિમાન તેમને ટારગેટ કરે છે.
આ વીડિયોને લઈને પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયોમા દેખાતું પ્લેન તે એર સ્ટ્રાઈક કરનારા ફાઈટર પ્લેન મિરાજ છે. મિરાજ વિમાન એરસ્ટ્રાઈકના મિશનમાં સામેલ હતું. જે લોકોએ વીડિયો શેર કર્યો છે તેમનો દાવો છે કે હુમલામાં 300 કરતાં પણ વધુ આતંકીઓ માર્યા ગયા છે.
બીબીસી કહે છે કે પરંતુ હકીકતમાં આ વીડિયો આર્મી-2 નામની વીડિયો ગેમનું રેકોર્ડીંગ છે. આર્મીની કામગીરી પર આધારિત વીડિયો ગેમ 9 જુલાઈ-2015ના રોજ યૂ-ટ્યૂબ પર પોસ્ટ કરવામાં આવી હતી.