પાકિસ્તાનના એફ-16 વિમાનોને ઉભી પૂંછડીએ ભાગવા માટે મજબૂર કરી દાંત ખાટા કરનારા વિંગ કમાન્ડર-પાયલોટ અભિનંદન વર્ધમાનને આજે પાકિસ્તાન મૂક્ત કરી રહ્યું છે. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં વિંગ કમાન્ડર અભિનંદન ભારત પહોંચી જશે.
ભારતની ઈચ્છા હતી કે પાયલોટ અભિનંદનનને સ્પેશિયલ પ્લેન દ્વારા ભારત લાવવામાં આવે પંરતુ પાકિસ્તાને તેની પરમીશન આપી નહીં. જેના કારણે રોડ મારફત પાયલોટ અભિનંદનને ભારત લાવામાં આવી રહ્યા છે. સાંજે 6 વાગ્યાની આસપાસ પાયલોટ અભિનંદન વાઘા બોર્ડર પહોંચવાના છે. વાઘા બોર્ડર પર ભારતના સિનિયર અધિકારીઓ અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંગ પાયલોટ અભિનંદનને સત્કારવા હાજર રહેશે.
ભારત સરકારે પાયલોટ અભિનંદનને આગમન ટાણે બીટીંગ રિટ્રીટને કેન્સલ કરવાના નિર્ણય કર્યો છે. અભિનંદનના આગમન પૂર્વે તેમના માતા-પિતા દિલ્હી આવી પહોંચ્યા છે, જ્યાં તેમનું તાળીઓના ગડગડાટથી પૂરજોશ સ્વાગત કરવામાં આવ્યું હતું. પાયલોટ અભિનંદનની વાઘા બોર્ડર પર થઈ રહેલી દબદબાભેર એન્ટ્રીને વધાવી લેવા હજારોની સંખ્યામાં લોકો વાઘા બોર્ડર પર પહોંચી ગયા છે.