Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટે કર્યાે વચગાળાનો આદેશ, 5000થી વધુ વિદ્યાર્થીઓ આપી શકશે ઓલ ઈન્ડિયા બારની પરીક્ષા
Gujarat High Court બાર કાઉન્સીલ ઓલ ઈન્ડિયાએ એફિલિયેશન તથા એપ્રુવલ માટે ફી ન ભરનાર લો-કોલેજના વિદ્યાર્થીઓની સનદની નોંધણી ન કરવી તેવી સૂચના આપ્યા પછી રાજ્યની કેટલીક કોલેજના વિદ્યાર્થીઓએ ઓલ ઈન્ડિયા બારની પરીક્ષામાં બેસવા દેવા માટે દાદ માંગતી પીટીશન હાઈકોર્ટમાં કરી હતી. તેના પગલે હાઈકોર્ટે આ વિદ્યાથીઓને પરીક્ષા આપવા દેવા વચગાળાનો હુકમ કર્યાે છે.
Gujarat High Court ભારતના બાર કાઉન્સીલ દ્વારા થોડા સમય પહેલાં દેશના તમામ રાજ્યની બાર કાઉન્સીલને સૂચના આપી હતી કે, નોન એફિલિયેશન કે નોન એપ્રુવલવાળી જે લો કોલેજ દ્વારા ભરવાની થતી ફી ભરવામાં આવી ન હોવાથી આવી કોલેજના વિદ્યાર્થીઓની સનદની નોંધણી ન કરવી તેના પગલે ગુજરાતમાં આવેલી આ પ્રકારની લો કોલેજના વિદ્યાર્થીઓએ ગુજરાતની વડી અદાલતમાં રીટ પીટીશન કરી હતી.
તેમાં આ વિદ્યાર્થીઓએ ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશનમાં
બેસવા દેવા માટે મંજૂરી માંગી હતી. તે પીટીશન ચાલી જતાં વડી અદાલતે હુકમ કર્યાે છે કે, જેઓએ સનદ મેળવવા માટે ફોર્મ ભર્યા છે. તેઓના પ્રોવિઝનલ એનરોલમેન્ટ મંજૂર કરાયા છે. આ બાબતે ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન જે.જે. પટેલ, એનરોલમેન્ટ કમિટીના ચેરમેન મનોજ અનડકટ, સદસ્ય કિશોર ત્રિવેદી, હિતેશ પટેલે જણાવ્યું છે કે, હાઈકોર્ટના હુકમના આધારે બાર કાઉન્સીલ ઓલ ગુજરાતની એનરોલમેન્ટ કમિટી હરકતમાં આવી અંદાજે પાંચેક હજાર જેટલા અરજદારોના પ્રોવિઝનલ એનરોલમેન્ટ મંજૂર કરશે તેથી એફિલિયેશન કે એપ્રુવલ ન હોય તેવી લો કોલેજના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે