ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને દિલ્હી સ્થિત ભાજપનું નવું હેડક્વાર્ટર રાસ આવી રહ્યું નથી. નવા કાર્યાલયમાં ગયા પછી ભાજપને અનેક રાજ્યોમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. આની પાછળનું કારણ એવું આપવામાં આવે છે કે ભાજપના નવા કાર્યાલયમાં વાસ્તુદોષ છે.
વાસ્તુદોષને ધ્યાનમાં રાખીને અમિત શાહે અશોક માર્ગ સ્થિત જૂના કાર્યાલયમાં પર ફરવાનો નિર્ણય લીધો છે. નવા કાર્યાલયમાં અમિત શાહની ઓફીસને નવેસરથી ઓપ આપવામાં આવી રહ્યો છે. જોકે, જૂના કાર્યાલયમાં પણ અનેક ફેરફાર કરવામાં આવ્યા હતા. અમિત શાહ પ્રમુખ બનતા જૂના કાર્યાલયમાં પણ સંખ્યાબંધ ફેરફાર કરાયા હતા.
લોકસભાની ચૂંટણી પહેલાં નવા કાર્યાલયને નવેસરથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જે કંઈ પણ વાસ્તુદોષ છે તેને દુર કરવામાં આવી રહ્યા છે. નવી ઓફીસમાં પ્રવેશ કરતાાં પહેલા અમિત શાહ તમામ પ્રકારના દોષના નિવારણ કરાવી રહ્યા છે.