Salman Khan: સલમાન ખાનને ધમકી આપનાર આરોપીની ઝારખંડમાંથી ધરપકડ, માંગ્યા હતા 5 કરોડ રુપિયા
Salman Khan બોલિવૂડ એક્ટર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર અને 5 કરોડ રૂપિયાની ખંડણી માંગનાર વ્યક્તિની પોલીસે ઝારખંડથી ધરપકડ કરી છે. વાસ્તવમાં, થોડા દિવસો પહેલા સલમાન ખાનને મુંબઈ ટ્રાફિક પોલીસના હેલ્પલાઈન નંબર પર કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી મળી હતી. ધમકી આપનાર આરોપીએ 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી અને બોલિવૂડ અભિનેતાને મારી નાખવાનું કહ્યું હતું. જોકે બાદમાં આરોપીએ એ જ હેલ્પલાઈન નંબર પર માફી માંગી હતી. હવે પોલીસે આરોપીની ઝારખંડથી ધરપકડ કરી છે અને તેને પૂછપરછ માટે મુંબઈ લઈ જવામાં આવી રહ્યો છે.
ઝારખંડમાંથી ધરપકડ
Salman Khan પોલીસે બુધવારે જણાવ્યું કે સલમાન ખાનને ધમકી આપનાર આરોપીની ઝારખંડના જમશેદપુરથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસની ટીમ તેની પૂછપરછ કરી રહી છે. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે મુંબઈ ટ્રાફિક પોલીસની વોટ્સએપ હેલ્પલાઈન પર એક ધમકીભર્યો મેસેજ આવ્યો હતો જેમાં સલમાન ખાન પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ પછી પોલીસે કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે.
સલમાન ખાનને ધમકી
બોલિવૂડ અભિનેતાને ધમકી આપવામાં આવી હતી કે જો તે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથેના કેસને ઉકેલવા માટે 5 કરોડ રૂપિયા નહીં આપે તો તેનું ભાગ્ય મુંબઈના NCPના માર્યા ગયેલા નેતા બાબા સિદ્દીક કરતાં પણ ખરાબ હશે. આ ધમકીભર્યો મેસેજ 17 ઓક્ટોબરે મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ હેલ્પલાઈન નંબર પર આવ્યો હતો. આરોપીએ પોતાના મેસેજમાં લખ્યું હતું કે, ‘જો સલમાન ખાન જીવતો રહેવા માંગે છે અને લોરેન્સ બિશ્નોઈ સાથેની દુશ્મની ખતમ કરવા માંગે છે તો તેણે 5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જો આમ નહીં કરવામાં આવે તો તેના હાલ બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે.’ જોકે, આ જ હેલ્પલાઈન નંબર પર બીજો મેસેજ આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પહેલો મેસેજ ભૂલથી મોકલવામાં આવ્યો હતો.
સલમાન ખાનને ધમકી આપનાર અને 5 કરોડ રૂપિયાની માંગણી કરનાર શેખ હુસૈન શેખ મૌસીનની (24) ધરપકડ કરવામાં આવી છે.
મુંબઈની વર્લી પોલીસે બુધવારે (23 ઓક્ટોબર) ઝારખંડના જમશેદપુરથી તેની ધરપકડ કરી હતી. આજે તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ઝારખંડથી મુંબઈ લાવવામાં આવશે.
જમશેદપુરના શાકભાજી વિક્રેતા શેખ હુસૈન શેખ મૌસીને ગયા અઠવાડિયે મુંબઈ ટ્રાફિક પોલીસને વોટ્સએપ કોલ કરીને ખંડણીની માંગણી કરી હતી. તેણે પોતાને લોરેન્સ ગેંગનો સભ્ય જાહેર કર્યો હતો.