જમ્મૂ-કાશ્મીરના વહીવટી તંત્રે સમગ્ર બોર્ડર વિસ્તારમાં 400 જેટલા નવા બંકર બનાવવાની સ્કીમને મંજુરી આપી છે. ખાસ કરીને પૂંચ અને રાજૌરીમાં બંકર બનાવવામાં આવે છે. પાછલા પાંચ દિવસમાં ભારતીય સેના સાથે આ વિસ્તારોમાં ખાસ્સા મોટા પ્રમાણમાં ક્રોસ ફાયરીંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે પાકિસ્તાને પણ પૂંચ અ રાજૌરીની ખાલી જગ્યામાં પેલોડ ફેંક્યા હતા.
વહીવટી તંત્રે જણાવ્યું કે ક્રોસ બોર્ડર પર આ વિસ્તારોમાં થઈ રહેલી સૌથી વધુ ફાયરીંગની ઘટનાના પગલે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. માત્ર પૂંચ અને રાજૌરીમાં જ 200 બંકર બનાવવામાં આવશે. બંકરોનું ઝડપથી નિર્માણ થાય તેના માટે કાશ્મીરના ગ્રામીણ વિકાસ મંત્રાલયે આદેશ જારી કર્યા છે. એક મહિનાના સમયગાળામાં બંકર તૈયાર કરી દેવાનાં આદેશ આપવામાં આયા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ક્રોસ બોર્ડર ફાયરીંગ દરમિયાન બંકર એક અસરકાર સલામતીનું સાધન બની રહે છે. બોર્ડર પર રહેતા લોકોને સલામત સ્થળની ગરજ સારે છે. પાછલા દિવસો ક્રોસ બોર્ડર ફાયરીંગમાં ચાર લોકોએ જાન ગુમાવ્યા છે. સરકારને બોર્ડર વિસ્તારમાં કોલોની વિકસિત કરવા માટે માંગ કરવામાં આવી હોવાનું ગુજ્જર નેતા શમશેર હકલાએ જણાવ્યું છે. તેમણે પાકિસ્તાન દ્વારા કરાતા ફાયરીંગ અને હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. લોકો ઘણી બધી સમસ્યાથી પિડીત છે ત્યારે ક્રોસ બોર્ડર ફાયરીંગમાં લોકો જાન ગુમાવી રહ્યા છે તે અત્યંત દુખદ અને હિચકારી ઘટના છે. પૂંચ માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવા પીએમ મોદી સમક્ષ માંગ મૂકવામાં આવી છે.