NCP Candidate List 2024: NCPએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે બીજી યાદી જાહેર કરી, ઝીશાન સિદ્દીકીનું નામ સામેલ
શુક્રવારે NCPએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી છે. આ યાદીમાં આજે કોંગ્રેસ છોડીને NCPમાં સામેલ થયેલા જીશાન સિદ્દીકીનું નામ સામેલ છે.
NCP Candidate List 2024 અજિત પવારની પાર્ટી NCPએ શુક્રવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે બીજી યાદી જાહેર કરી છે . જેમાં જીશાન સિદ્દીકીને (બાંદ્રા ઈસ્ટ)થી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે નવાબ મલિકની પુત્રી સના મલિકને અનુશક્તિ નગરથી ટિકિટ આપવામાં આવી છે. ઝીશાન સિદ્દીકી આજે પોતાની જૂની પાર્ટી કોંગ્રેસ છોડીને અજિત પવારની છાવણીમાં જોડાયા છે.