ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી મૌલાના મસુદ અઝહરના મોતની અટકળો ચાલી રહી છે. મીડિયા રિપોર્ટસમાં જણાવાયું છે કે આતંકી સંગઠન જૈશે મહોમ્મદના ચીફનું લીવરની બિમારીના કારણે મોત નિપજ્યું છે. એવું મનાય છે કે ભારત દ્વારા થયેલી એર સ્ટ્રાઈકમાં મસુદ અઝહર માર્યા ગયો હોવાના બિન સમર્થિત અહેવાલો પણ મળી રહ્યા છે. દાવો કરવામાં આવ્યો છે તે ભારતની એર સ્ટ્રાઈકમાં મસુદ અઝહર ગંભીર રીતે ઈજા પામ્યો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજ્યું છે. આ તમામ અહેવાલો અંગે હજુ સુધી કોઈ સમર્થન મળી રહ્યું નથી.
અત્રે નોંધનીય છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશીએ અઝહર ગંભીર રીત માંદો હોવાનું જણાવ્યું હતું. તેમણે અવું કહ્યું હતું કે મસુદ એટલો બધો માંદો છે કે તે ઘરેથી બહાર પણ નીકળી શકે એમ નથી. જોકે, તેના મોત અંગે કોઈ વાત કરવામાં આવી ન હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે આઈએસઆઈના ઉચ્ચ અધિકારીઓ પૈકી કર્નલ સલીમની પણ માર્યા જવાના અહેવાલો મળી રહ્યા છે. એર સ્ટ્રાઈક બાદ કર્નલ સલીમને પણ પાકિસ્તાનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યો છે.
મસુદ અઝહરનો ખાત્મો થયો હોવા અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશીના નિવેદનથી પણ પ્રબળ સમર્થન મળી રહ્યું છે કે મસુદ અઝહર ગંભીર રીતે બિમાર છે. તેમણે એટલે સુધી કહ્યું હતું કે અઝહર એટલો બધો બિમાર છે કે ઘરથી બહાર પણ નીકળી શકતો નથી.
હાલ એવું મનાય છે કે મસુદ અઝહરના મોત અંગે પાકિસ્તાન છૂપાવવાની કોશીશ કરી રહ્યું છે. ખરેખર મસુદ અઝહર ભારતીય એર સ્ટ્રાઈકમાં ગંભીર રીતે ઈજા પામ્યો હતો અને તેના કારણે જ તે મોતને ભેટ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. મસુદ અંગેના મોત અંગે થોડાંક જ દિવસોમા સ્પષ્ટ માહિતી બહાર આવવાની શક્યતા છે.