રાત્રી દરમ્યાન સફાઈ કરતા કામદારો દ્વારા કાયમી કરવાની માંગ સાથે સુરત મહાનગરપાલિકાની કચેરી બહાર સફાઈ કર્મચારીઓએ ધરણા કર્યા હતા અને કાયમી કરવા માંગ કરી હતી.
અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસના નેજા હેઠળ મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ મનપા કચેરી બહાર પહોચ્યા હતા અને મનપા કચેરી બહાર જ ધરણા પર બેસી વિરોધ નોંધવામાં આવ્યો હતો તેઓની માંગ છે કે રાત્રી દરમ્યાન સફાઈ કામ કરતા કર્મચારીઓને કાયમી કરવામાં આવે અને આ માંગ સાથે તેઓએ અગાઉ રજુઆતો પણ કરી હતી પરંતુ કોઈ નિવેડો નહિ આવતા આજરોજ તેઓ મનપા કચેરી ખાતે ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો
રણજિતભાઈએ જણાવ્યું કે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં સફાઈ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. રાત્રી સફાઈ કર્મચારીઓ રોજમદાર તરીકે કામ કરે છે. મહેકમ ખાલી પડ્યું છે અને તેનો કેસ પણ ચાલી રહ્યો છે. પાલિકાએ ભ્રષ્ટાચાર આદરી લાખ-દોઢ લાખ રૂપિયા લઈ સફાઈ કર્મચારીઓની ભરતી કરી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
તેમણે કહ્યું કે જાહેર કરેલી યાદીમાં પણ અનામતનું પાલન કરવામાં આવ્યું નથી. ભરતીની પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવે છે અને રાત્રી સફાઈ કર્મચારીઓને કાયમી કરવા માટે માંગ કરવામાં આવે છે.