Aman Devgan: આઝાદ’થી ડેબ્યૂ કરનાર અભિનેતા કોણ છે? અજય દેવગન સાથે શું છે સંબંધ.
Aman Devgan ફિલ્મ ‘Azad’થી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. અમન દેવગન અને અજય દેવગનની સરનેમ સરખી છે અને તેથી લોકો જાણવા માંગે છે કે બંને વચ્ચે શું સંબંધ છે.
Aman Devgan ફિલ્મ ‘આઝાદ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. જ્યારે અગાઉ તેની ફિલ્મનું પોસ્ટર સામે આવ્યું હતું, હવે ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અમાન સાથે અજય દેવગન પણ જોવા મળશે. અમન દેવગન અને Ajay Devgan ની સરનેમ સરખી છે અને તેથી લોકો જાણવા માંગે છે કે બંને વચ્ચે શું સંબંધ છે.
અજય દેવગન અમન દેવગનના મામા લાગે છે. અજય દેવગનને બે બહેનો છે – નીલમ દેવગન અને કવિતા દેવગન. અમન નીલમ દેવગનનો પુત્ર છે. અમાને તેના સોશિયલ મીડિયા પર અજય દેવગન અને કાજોલ સાથેની ઘણી તસવીરો પણ શેર કરી છે. અમન તેની કઝીન અને અજયની દીકરી ન્યાસા દેવગનની ખૂબ જ નજીક છે. તે ઘણી વખત ન્યાસા સાથે પણ જોવામાં આવ્યો છે.
Aman Devgan રાશા થડાની ના પ્રેમમાં પડી જશે.
હવે Aman Devgan અજય દેવગન સાથે ફિલ્મ ‘આઝાદ’થી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. ફિલ્મ ‘આઝાદ’ને અભિષેક કપૂર ડિરેક્ટ કરી રહ્યો છે. રવિના ટંડનની દીકરી રાશા થડાની પણ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં રાશા અમન સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં ડાયના પેન્ટી પણ જોવા મળશે.
View this post on Instagram
Ajay Devgan નો વર્કફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, Ajay Devgan હાલમાં તેની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ સિંઘમ અગેન માટે ચર્ચામાં છે. તેમની ફિલ્મ દિવાળીના અવસર પર 1 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. બોક્સ ઓફિસ પર, સિંઘમ અગેઇનનો સામનો કાર્તિક આર્યનની હોરર-કોમેડી ફિલ્મ ભૂલ ભુલૈયા 3 છે. જો કે, ક્લેશ હોવા છતાં, ફિલ્મ મજબૂત કલેક્શન કરી રહી છે. આ સિવાય અજય દેવગન પાસે દે દે પ્યાર દે 2 અને રેઈડ 2 જેવી ફિલ્મો પાઇપલાઇનમાં છે.