કેન્દ્રીય મંત્રી અને ગુજરાતથી રાજ્યસભાના સાંસદ બનેલા સ્મૃતિ ઈરાનીનાં સાંસદ ફંડના કાર્યોમાં થયેલા ગોટાળા અંગે ગુજરાત હાઈકોર્ટમાં દાખેલ થયેલી જાહેરહિતની અરજીનાં અનુસંધાને હાઈકોર્ટે સખત રવૈયો અપનાવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે વિવિધ યોજવાઓને લાગૂ કરી અમલ કરનારી સંસ્થાઓ પાસેથી રૂપિયાની વસુલાત કરવાનો હુકમ કર્યો છે. ખાસ કરીને કૈગ રિપોર્ટમાં સ્મૃતિ ઈરાનીનાં સાંસદ ફંડમાંથી આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ અંગે ગંભીર નાણાકીય ગેરરીતિ થઈ હોવાનું બહાર આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા આ અંગે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અમિત ચાવડાએ આ મામલે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરતા કોર્ટે રૂપિયાની રિકવરી કાઢી હતી.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ એ.એસ.દવે અને જસ્ટીસ વિરેન વૈષ્ણવની બેન્ચે સ્મૃતિ ઈરાનીના ફંડ અંગે સરકાર દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી સ્થિતિ અંગે માહિતી માંગી હતી. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને આંકલાવનાં ધારાસભ્ય અમિત ચાવડાએ જુલાઈ-2017માં સ્મૃતિ ઈરાની વિરુદ્વ જાહેરહિતની અરજી દાખલ કરી હતી.
અમિત ચાવડાએ આરોપ મૂક્યો હતો કે રાજ્યસભા સાંસદ તરીકે સાંસદના ફંડને બરબાદ કરવામાં આવ્યો છે. જેને કામ સોંપવામાં આવ્યું હતું તેણે ગોટાળો કરી કૌભાંડ કર્યું છે. આ કેસમાં તપાસ કરવામાં આવતા સ્મૃતિ ઈરાની દ્વારા ચોક્કસ સંસ્થાને જ કામ સોપવામાં આવે તેવી ભલામણ પણ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. મોટા પ્રમાણમાં કૌભાંડ થયું હોવાનું બહાર આવતા કોંગ્રેસે સ્મૃતિ ઈરાનીનું રાજીનામું માંગ્યું છે.
હાઈકોર્ટ દ્વારા રૂપિયાની રિકવરી કરવાનો હુકમ આપવામાં આવ્યા બાદ પણ અપેક્ષિત કાર્યવાહી નહીં થવાના કારણે અમિત ચાવડાએ જાહેરહિતની અરજી કરી હતી. ત્યાર બાદ અદાલતે સાંસદ ફંડનો સંપૂર્ણ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. આ અંગે હવે પછીની સુનાવણી 28મી માર્ચે કરવામાં આવશે. સ્મૃતિ ઈરાનીના ફંડમાં થયેલા ગોટાળા અંગેનો ઘટસ્ફોટ કૈગ રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે સ્મૃતિ ઈરાનીએ વિના ટેન્ડર કાર્યવાહી કર્યા વિના એક એનજીઓને 5.93 કરોડ રૂપિયાનું કામ સોંપી દીધું હતું. આ ઉપરાંત અન્ય કામો પણ કાગળ પર જ થયેલા હોવાનું જણાઈ આવ્યું હતું. આણંદના કલેક્ટર દ્વારા ફંડને લઈ તપાસ કરવામાં આવી હતી. કલેક્ટરે પણ રૂપિયાની રિકવરી કરવાના આદેશ આપ્યા હતા.