પંજાબની અમૃતસર બોર્ડરના લોકો ગુરુવારની રાત્રે રીતરસના ફફડી ગયા હતાં. અનેક ઘરોમાં તો બારીઓના કાચની બારીઓ પણ તુટી ગઈ હતી. જેનાથી અમૃતસરના લોકોમાં અનેક સંકાઆશંકાઓ થવા લાગી. પરંતુ પછીથી ખબર પડી છે કે, પંજાબમાં પાકિસ્તાન સરહદે ભારતીય વાયુસેના અભ્યાસ કરી રહી હતી અને આ અવાજ સુપરસોનિક બૂમના કારણે આવતો હતો.
હકીકતમાં અભ્યાસ દરમિયાન મોટી સંખ્યામાં વાયુસેનાના યુદ્ધ વિમાનોએ પંજાબ અને જમ્મૂ ક્ષેત્ર પર સુપર સોનિક બુમ તૈયાર કર્યા હતાં. જેના કારણે વિમાનો પસાર થયા બાદ ભારે વિસ્ફોટો થવાના અવાજ સંભળાતા હતાં. તો જાણો શું હોય છે સુપર સોનિક બૂમ અને તેમાં વિસ્ફોટો જેવા અવાજ કેમ આવે છે?
આ અગાઉ પાકિસ્તાનનું એક યુદ્ધ વિમાને બુધવારે જમ્મૂ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા (એલઓસી)ની નજીક દેખા દીધી હતી. ત્યાર બાદ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય હવાઈ રક્ષા પ્રણાલીએ પૂંછમાં પાકિસ્તાની વિમાનને સરહદથી 10 કિલોમીટર અંદર જોયું હતું. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે 27મી ફેબ્રુઆરએ નૌશેરા સેક્ટરમાં આવેલા પાકિસ્તાની યુદ્ધ વિમાનને ખદેડીને પાછુ તેની સરહદમાં મોકલી આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ પહેલી ઘટના છે જ્યારે પાકિસ્તાનીએ યુદ્ધ વિમાનોએ પુંછ નજીક દેખા દીધી હોય.
સુપર સોનિક બૂમ કે સોનિક બૂમ કોઈ પણ વિમાન કે વસ્તુ દ્વારા પેદા કરવામાં આવી શકે છે જે અવાજની ઝડપ (1238 Km પ્રતિ કલાક)થી વધારે ઝડપી ચાલે. સુપર સોનિકનો અર્થ થાય છે અવાજની ગતિ કરતા પણ ઝડપી. સોનિક બૂમ એક પ્રકારના ચોંકાવનારા તરંગો હોય છે. આટલી ઝડપે ઉડતા વિમાનોમાંથી એટલો જોરદાર અવાજ પેદા થાય છે કે જમીન પર કોઈ બોમ્બ પડ્યાની કે વાદળોના ગડગડાટ જેવો અવાજ પેદા થાય છે.
જ્યારે કોઈ વિમાન હવામાં જાય છે તો સાઉંડ વેવ એટલે કે ધ્વનિ તરંગો પેદા કરે છે. જ્યારે વિમાન ધ્વનીએની ગતિથી ઓછી ઝડપે ચાલે છે તો સાઉંડ્સ વેવ વિમાનની આગળ તરફ જાય છે. પરંતુ જ્યારે વિમાન સાઉન્ડ બેરિયર તોડી ધ્વનીની ગતિ કરતા વધારે ઝડપીએ ચાલે તો એક સુપર સોનિક બૂમ પેદા કરે છે. તેમાં વિમાન આવે ત્યાં સુધીમાં કોઈ અવાજ નથી આવતો, પરંતુ વિમાન પસાર થઈએ ગયાઅ બાદ જોરદાર બોમ્બ વિસ્ફોટની બૂમ સર્જાય છે.
જ્યારે કોઈ વિમાન ધ્વનીની ગતિથી ઓછીએ ઝડપે ચાલે છે તો ઉભી થયેલું પ્રેશર ડિસ્ટરબેંસ કે સાઉંદ તમામ દિશાઓમાં ફેલાઈ જાય છે. પરંતુ સુપરસોનિક સ્પીડમાં પ્રેશફ ફિલ્ડ એક નિશ્ચિત વિસ્તાર સુધી મર્યાદિત રહે છે, જે મોટા ભાગે વિમાનના પાછળના ભાગમાં ફેલાય છે અને એક મર્યાદિત પહોળા ખુણામાં આગળ વધે છે જેને મેક કોન કહેવામાં આવે છે.
વિમાન આગળ વધવાની સાથે પાછળનો પૈરબોલિક કિનારો જમીએન સાથે અથડાય છે અને જોરદાર બોમ્બ વિસ્ફોટ કે બૂમ પેદા થાય છે. જ્યારે આ પ્રકારનું વિમાન ઘણુ લો અલ્ટીટ્યૂડમાં કે નીચે ઉડે છે, તો તે શોક એટલો તો તીવ્ર હોય છે કે, ઘરની બારીઓના કાચ પડ તોડી નાખે છે.