ગુજરાતની 1960માં અલગ રાજ્ય તરીકે સ્થાપના થઇ ત્યારથી 2014 સુધીની લોકસભા ચૂંટણીઓમાં મતદાનની તવારિખમાં 1062માં 22 બેઠકો હતી જે 1967માં વધીને 24 થઇ અને 1977થી 26 બેઠકો છે.
1967માં 80 ઉમેદવારો હતા. 1.93 કરોડ મતદારોમાંથી 68.19 લાખ મતદારો અત્યાર સુધીમાં સૌથી વધું 63.77 ટકા મતદાન થયું હતું. 2014માં 63.66 ટકા મતદાન 4.60 કરોડ મતદારોમાંથી 2.57 કરોડ મતદાતાઓએ મતદાન કર્યું હતું.
26 બેઠકો માટે સૌથી વધુ 577 ઉમેદવારોએ 1996ની ચૂંટણીઓમાં ઉમેદવારો હતા. 2.85 કરોડ મતદારોમાંથી 1.02 કરોડ મતદારોએ મતદાન કર્યું પણ તે ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં સૌથી ઓછું 35.92 ટકા મતદાન કર્યું હતું. ત્યારે લોકો સરકારથી કંટાળી ગયા હતા. આજે એવું જ છે.
ક્યારે કેટલા ઉમેદવારો
- 1962 – 68
- 1967 – 80
- 1977 – 112
- 1980 – 169
- 1984 – 229
- 1989 – 261
- 1991 – 420
- 1996 – 577
- 1998 – 139
- 1999 – 159
- 2004 – 229
- 2009 – 359
- 2014 – 334
- 1962માં 10960 મતદાન મથક હતાં.
- 2019માં 51,709 મતદાન મથક છે.
- 56 વર્ષમાં આમ 5 ગણા મતદાન મથકો થઈ ગયા છે.