Maharashtra Election: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વાર શિવસેના V/S શિવસેના, આ બેઠકો પર શિંદે અને ઉદ્વવ ઠાકરેની સેના વચ્ચે સીધો મુકાબલો
Maharashtra Election: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વાર શિવસેના વર્સીસ શિવસેનાનો જંગ જોવા મળી રહ્યો છે. અનેક બેઠકો પર શિંદે સેના અને ઉદ્વવ સેના વચ્ચે સીધો મુકાબલો છે.
Maharashtra Election: નંદુરબાર જિલ્લાના અક્કલકૂવામાં શિવસેના વર્સીસ કોંગ્રેસ છે. શાહદા, નંદુરબારમાં ભાજપ અને કોંગ્રેસ સામ-સામે છે. જ્યારે નવાપુરમાં એનસીપી-અજીત અને કોંગ્રેસની લડાઈ છે.
Maharashtra Election: ધૂળે જિલ્લાની સાકરીમાં શિવસેના(શિંદે) અને કોંગ્રેસ, ધૂળે ગ્રામીણમાં ભાજપ વર્સીસ કોંગ્રેસ તો ધૂલે શહેરમાં ભાજપ વર્સીસ શિવસેના-ઉદ્વવનો જંગ છે. શિંદખેડમાં ભાજપ અને એનસીપી-શરદ વચ્ચે સ્પર્ધા છે. જ્યારે શિરપુરમાં ભાજપ અને સીપીઆઈ વચ્ચે જંગ છે.
જલગાંવના ચોપડામાં શિવસેના-શિંદે અને ઉદ્વવ સેના વચ્ચે જંગ છે. બન્ને ઉમેદવારો પિતરાઈ ભાઈ થાય છે. પાચોરા અને બૂલઠાણામાં શિંદે સેના વર્સીસ ઉદ્વવ સેનાની લડાઈ છે. મેહકર વિધાનસભામાં પણ શિંદે વર્સીસ ઠાકરેનો જંગ છે.
અકોલા જિલ્લાની બાલાપુર વિધાનસભામાં શિવસેના-શિંદે અને ઉદ્વવ સેના વચ્ચે સીધી લડાઈ છે.
અમરાવતીની વાત કરીએ તો દરિયાપુર વિધાનસભામાં શિવસેના વર્સીસ શિવસેના છે. જ્યારે નાપુરના રામટેકમાં પણ બન્ને શિવસેના સામ-સામે લડી રહી છે. હિંગોલીના કલામનુરી વિધાનસભામાં પણ બેઉ શિવસેના સામ-સામે છે. પરભણીમાં પણ શિવસેના-શિવસેના વચ્ચે જંગ છે. ઔરંગાબાદ-છત્રપતિ સંભાજીનગરમાં સિલ્લોડ અને કન્નડ બેઠક પર બેઉ શિવસેના ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત ઔરંગાબાદની ઔરંગાબાદ પશ્ચિમ, ઔરંગાબાદ સેન્ટ્રલ, પેઠણ, બૈજાપુર બેઠક પર પણ શિવસેના-શિવસેના વચ્ચે સ્પર્ધા છે. આમ ઔરંગાબાદમાં શિવસેના વર્સીસ શિવસેનાની મહત્તમ બેઠકો છે.
નાસિકમાં નાંદગાંવ, માલેગાંવ(બાહરી) સીટ પર શિવસેના વર્સીસ શિવસેનાની ફાઈટ છે. પાલઘરની વાત કરીએ તો પાલઘરની મુખ્ય સીટ પર પણ બન્ને પક્ષો સામ સામે છે, આ ઉપરાંત બોઈસરમાં પણ બન્ને એકબીજાની સામે છે.
થાણે માટે એવું કહેવાય છે કે થાણે શિંદેનું ગઢ છે. તો ભીવંડી. કલ્યાણ-પશ્ચિમ, અંબરનાથ,કલ્યાણ-ગ્રામીણ,ઓવલા-મઝીવડા, કોપરી-પચપખાડી જેવી બેઠકો પર શિંદે અને ઠાકરે વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે.
હવે મહત્વની વાત એ છે કે મુંબઈ કોની? તો મુંબઈમાં બાલા સાહેબ ઠાકરેનો ડંકો વાગતો હતો પણ શિંદના બળવા પછી આખીય શિવસેના કોલેપ્સ થઈ અને ઉદ્વવ ઠાકરેને નવી શિવસેના બનાવવી પડી છે. બન્ને શિવસેના પોતાના બેનરો, પોસ્ટરોમાં બાલા સાહેબનો ફોટો મૂકી રહ્યા છે. ઠાકરે ફેમિલી સામે શિંદેની આ અગ્નિપરીક્ષા છે.
મુંબઈની મંગાથેન, વિક્રોલી, ભાંડુપ-પશ્ચિમ, જોગેશ્વરી, દિંડોશી, અંધેરી-પૂર્વ, ચેમ્બુર, કુર્લા, માહીમ, વર્લી, ભાયખલામાં શિવસેના વર્સીસ શિવસેનાનો જંગ મંડાયો છે.
રાયગઢમાં કર્જત અને મહાડમાં બેઉ શિવસેના લડી રહી છે.
અહેમદ નગરમાં નેવાસામાં બન્ને સામ સામે છે. ઉસ્માનાબાદ-ધારાશિવમાં ઉંમરગા, ઉસ્માનાબાદ, પરાડા સીટ પર બન્ને વચ્ચે મુકાબલો છે. સોલાપુરની બાર્શી સીટ પર બન્ને પક્ષો સામ સામે છે.
સતારાની પાટન અને રત્નાગીરીની દાપોલી તેમજ રત્નાગીરી વિધાનસભા અને રાજાપુરમાં પણ બન્ને શિવસેના સામ-સામે છે.
સિધુદુર્ગની ત્રણેય સીટ એટલે કે કંકાવલી, કુડાલ અને સાવંતવાડીમાં બન્ને શિવસેના વચ્ચે ફાઈટ છે.
કોલ્હાપુરમાં રાધાનગરીમાં બન્ને શિવસેના વચ્ચે ચૂંટણી જંગ છે.