ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર તેમના આઈડીમાં ‘ચોકીદાર નરેન્દ્ર મોદી’ લખતા તેમની પાછળ ભાજપના તમામ નેતાઓએ આ કેમ્પેન શરૂ કર્યું છે. અને ભાજપના તમામ નેતાઓએ ટ્વિટર પ્રોફાઇલ પર પોતાના નામની આગળ ચોકીદાર લખીને સોશિયલ મીડિયાના આ અભિયાનને સમર્થન આપી રહ્યા છે. હવે પાટીદાર અનામત આંદોલનથી ગુજરાત સહીત દેશમાં જાણીતા બનેલા અને તાજેતરમાં જ કોંગ્રેસનો ખેસ ધારણ કરનાર નેતા હાર્દિક પટેલે આજે ટ્વીટર પોતાનું નામ બદલી તેમના નામ આગળ ‘બેરોજગાર’ શબ્દ ઉમેરી દીધો છે, જે નામ પણ હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું છે. હાર્દિકે ટ્વીટર પર પોતાનું નામ બદલીને ‘ બેરોજગાર હાર્દિક પટેલ’ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રસના અધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી જાહેર સભામાં ‘ચોકીદાર ચોર હે’નો નારો લગાવી રહ્યાં છે. તેની સામે ભાજપે શનિવારે ‘ મૈ ભી ચોકીદાર’ અભિયાન શરૂ કર્યું હતું. આ સાથે જ સોશિયલ મીડિયામાં ભાજપના કાર્યકર્તાઓ અને મંત્રીઓએ તેમજ પદાધિકારીઓએ પોતાના નામની આગળ ‘ચોકીદાર’ લગાવી દીધું હતું. હાલ દેશના સોશિયલ મીડિયામાં ચાલી રહેલા આ પોલિટિકલ વૉરમાં હાર્દિક પટેલે એક નવો વળાંક આપ્યો છે.
લોકસભા ચૂંટણી 2019ની જાહેરાત થઇ ચુકી છે, જેને લઈને રાજકીય પક્ષોએ ગ્રાઉન્ડથી લઈને સોશિયલ મીડિયા પર પ્રચાર – પ્રસારની કામગીરી આદરી છે. કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભાજપ એક તરફ પોતાની સિદ્ધિઓ ગણાવી રહ્યું છે તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં બેરોજગારીને ચૂંટણીનો મુદ્દો બનાવી લેવાનું મન બનાવ્યું છે. નોંધનીય છે કે, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ઉત્તર પ્રદેશમાં બરોજગારીની જ વાત કરી હતી.
હાર્દિક પટેલે ટ્વીટર પર પોતાની નામની આગળ ‘બેરોજગર લખતાની સાથે જ એક ટ્વીટર યુઝરે હાર્દિક પટેલને જોબ ઓફર કરી હતી. આ સાથે જ 5 દિવસમાં તેને નોકરી આપવાની પણ ખરી આપવામાં આવી છે.
You can keep trying Mr Modi, but the truth cannot be extinguished.
Every Indian is saying it. #ChowkidarChorHai
P.S: Do force Sushma ji to add “Chowkidar” to her handle. It’s looking very bad.
— Rahul Gandhi (@RahulGandhi) March 17, 2019
રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, “શ્રી મોદી, તમે પ્રયાસ ચાલુ રાખી શકો છો, પરંતુ સત્યને દબાવી શકાતું નથી.” આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, “દરેક ભારતીય કહે છે #ચોકીદાર ચોર હે.”