IND vs SA 4th T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સિરીઝની ફાઇનલ
IND vs SA 4th T20: ચાર મેચોની T20 શ્રેણીની છેલ્લી મેચ જોહાનિસબર્ગમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની નજર સીરીઝ જીતવા પર હશે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 21-થી આગળ છે.
IND vs SA 4th T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 શ્રેણીની અંતિમ મેચ જોહાનિસબર્ગના ધ વેન્ડરર્સ સ્ટેડિયમમાં યોજાશે. આ મેચ સિરીઝની અંતિમ મેચ હશે. ભારત પાસે 2-1ની લીડ છે. હવે તેની નજર શ્રેણી જીત પર રહેશે. ટીમ ઈન્ડિયાએ ત્રીજી મેચમાં રોમાંચક જીત નોંધાવી હતી. જોકે ચોથી મેચમાં જીત તેના માટે આસાન નહીં હોય. ટીમ ઈન્ડિયાને આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.
ટીમ ઈન્ડિયા માટે પ્રથમ મેચમાં સંજુ સેમસને સદી ફટકારી હતી.
પરંતુ આ પછી તે સતત બે મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. જો કે તેમ છતાં તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. અભિષેક શર્મા સેમસન સાથે ઓપનિંગ કરી શકે છે. રમનદીપ સિંહે છેલ્લી મેચમાં સિક્સર ફટકારીને આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેથી તેનું સ્થાન પણ લગભગ નિશ્ચિત છે. તિલક વર્મા અને રિંકુ સિંહને પણ મેદાનમાં ઉતરવાની તક મળી શકે છે.
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પાસે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરવાની તક છે. જો અર્શદીપ પાંચ વિકેટ લેશે તો તે યુઝવેન્દ્ર ચહલનો રેકોર્ડ તોડી નાખશે. અર્શદીપ ભારત માટે સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ વિકેટ લેનારો બોલર બની શકે છે. તિલક વર્માએ છેલ્લી મેચમાં અણનમ 107 રન બનાવ્યા હતા. તે આ મેચમાં પણ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
ચાર મેચોની આ શ્રેણીની બીજી મેચ દક્ષિણ આફ્રિકાએ જીતી લીધી હતી. જો તે ચોથી મેચ પણ હારી જશે તો સિરીઝ હારી જશે. કોએત્ઝી અને રિકલટન ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ટીમની નજર ટ્રિસ્ટન સ્ટબ્સ પર પણ હશે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 મેચની T20 શ્રેણીની છેલ્લી મેચ જોહાનિસબર્ગમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આ સિરીઝમાં 2-1થી લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયા પાસે સાઉથ આફ્રિકામાં ટી20 સિરીઝ જીતવાની તક છે. આ સાથે જ સાઉથ આફ્રિકા પાસે સરિસમાં બરાબરી કરવાની તક છે. આ મેચમાં બધાની નજર રિંકુ સિંહ અને સંજુ સેમસન પર છે.
મેચ રાત્રે 8:30 વાગ્યે શરૂ થશે
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચોની T20 શ્રેણીની છેલ્લી મેચ આજે જોહાનિસબર્ગમાં રમાઈ રહી છે. આ મેચ 8:30 વાગ્યે શરૂ થ