PM Modi: જેઓએ પોતાના માસૂમ બાળકોને ગુમાવ્યા…’, PM મોદીએ ઝાંસીની હોસ્પિટલમાં આગ પર શોક વ્યક્ત કર્યો
PM Modi: ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે લાગેલી આગમાં 10 બાળકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે શુક્રવારે રાત્રે 10.30 વાગ્યે એનઆઈસીયુ વોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.
PM Modi ઝાંસીની મેડિકલ કોલેજમાં લાગેલી આગમાં 10 નવજાત બાળકોના મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે આ ઘટનાને હૃદયદ્રાવક ગણાવી હતી. પીએમ મોદીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશના ઝાંસીની મેડિકલ કોલેજમાં લાગેલી આગની ઘટના હૃદયદ્રાવક છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
પીએમ મોદીએ X પર પોસ્ટ કર્યું, “દિલ તૂટી ગયું! ઉત્તર પ્રદેશમાં ઝાંસીની મેડિકલ કોલેજમાં લાગેલી આગની ઘટના હ્રદયદ્રાવક છે, જેઓએ આમાં પોતાના માસૂમ બાળકોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે.
हृदयविदारक! उत्तर प्रदेश में झांसी के मेडिकल कॉलेज में आग लगने से हुआ हादसा मन को व्यथित करने वाला है। इसमें जिन्होंने अपने मासूम बच्चों को खो दिया है, उनके प्रति मेरी गहरी शोक-संवेदनाएं। ईश्वर से प्रार्थना है कि उन्हें इस अपार दुख को सहने की शक्ति प्रदान करे। राज्य सरकार की…
— PMO India (@PMOIndia) November 16, 2024
રાષ્ટ્રપતિ મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ દુઃખ વ્યક્ત કર્યું ભગવાન શોકગ્રસ્ત માતાપિતા અને પરિવારના સભ્યોને આ ક્રૂર આંચકો સહન કરવાની શક્તિ આપે. હું ઘાયલ બાળકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.
37 બાળકોને બચાવી લેવાયા હતા
ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે લાગેલી આગમાં 10 બાળકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે શુક્રવારે રાત્રે 10:30 થી 10:45ની વચ્ચે ન્યુબોર્ન કેર યુનિટ (NICU)માં ધુમાડો નીકળ્યો હતો. કોઇ કંઇ સમજે તે પહેલા આગ આખા વોર્ડમાં ફેલાઇ ગઇ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ પછી વોર્ડમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગી ત્યારે વોર્ડમાં 47 બાળકો દાખલ હતા. જેમાંથી 10ના મોત થયા છે. જ્યારે 37નો બચાવ થયો હતો. બચાવી લેવામાં આવેલા બાળકોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક વરિષ્ઠ અધિકારીઓની ટીમ સાથે ઝાંસી પહોંચ્યા. તેમણે આગની તપાસના આદેશ આપ્યા છે. તેમજ મૃતક બાળકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્ત બાળકો માટે 50 હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.