નવી દિલ્હી: પ્રિયંકાના પતિ નિક જોનાસ થોડા દિવસો પહેલા ગાયકોની દુનિયામાં પ્રથમ સ્થાન પર હતા, જ્યારે બીજી બાજુ, પ્રિયંકાની સફળતા હવે કહી રહી છે કે જોડી એકબીજા માટે ખૂબ નસીબદાર પુરવાર થઈ રહી છે. પ્રિયંકાને હવે વિશ્વની એન્ટરટેઇનમેન્ટ સેક્ટરની 50 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મળ્યું છે.
ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા જોનાસ યુએસએ ટુડેની ‘મનોરંજન ક્ષેત્રની 50 સૌથી પાવરફુલ મહિલાઓ’ની યાદીમાં સામેલ થઇ ગઈ છે. પ્રિયંકાએ ઓપરા વિન્ફ્રે અને મેરિલ સ્ટ્રીપ સહિતની અન્ય આંતરરાષ્ટ્રીય હસ્તીઓ સાથે આ યાદીમાં સ્થાન મેળવ્યું છે.
આ યાદીનો ભાગ બનવા પર સન્માન અનુભવી રહેલી પ્રિયંકાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, “હું આ અમેઝિંગ મહિલાઓ સાથે આ સ્ટેજ પર હોવા અંગે પોતાને ખુબ જ નસીબદાર માની રહી છું. આ મહિલાઓએ તમામ પડકારોને પાછળ છોડીને પોતાનું સ્થાન હાંસલ કર્યું છે. આજે તેઓ પોતાની પસંદગીની કારકિર્દીના ટોચ પર છે. આ એક સિદ્ધિની ભાવના છે. ”
પ્રિયંકાએ અમેરિકન ટેલિવિઝન નાટક શ્રેણી ‘ક્વોન્ટિકો’ માં એલેક્સ પિશિશનું પાત્ર નિભાવીને આંતરરાષ્ટ્રીય દરજ્જો મેળવ્યો હતો. તેણે ઍક્શન-કૉમેડી “બેવોચ” સાથે 2017 માં હોલીવુડમાં ઍક્શનમાં પ્રવેશ કર્યો હતો. આ યાદીમાં ગાયક બેયોન્સ, ટેલિવિઝન સ્ટાર એલન ડીજેનેર્સ, ઓસ્કાર વિજેતા જેનિફર લોરેન્સ અને આંતરરાષ્ટ્રીય પોપ ગાયક જેનિફર લોપેઝનો સમાવેશ થાય છે.