નવી દિલ્હી : સરકારે સોમવારે નકલી (ફેક) બનાવટી વેબસાઇટ્સ વિરુદ્ધ ચેતવણી આપી છે, ખેડૂતોની ઊર્જા સલામતી અને ઉન્નતિ મહાભ્યાન (કુસુમ) યોજના માટે નોંધણી પોર્ટલ હોવાનો દાવો કરતી આ વેબસાઈટ ફેક હોવાનું સરકારે જણાવ્યું છે. સરકારે કહ્યું છે કે, આવી વેબસાઇટ્સ એકત્રિત ડેટાનો દુરુપયોગ કરી શકે છે. અક્ષય અને નવીકરણ યોગ્ય ઉર્જા મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલી આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતો વચ્ચે સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તે જોવામાં આવ્યું છે કે કુસુમ યોજના માટે કેટલીક વેબસાઇટ નોંધણી પોર્ટલ હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ આવી વેબસાઇટ્સ સંભવિત રીતે સામાન્ય લોકોને છેતરી રહી છે અને ડેટા નોંધણી પોર્ટલ દ્વારા લેવામાં આવેલા ડેટા (સૂચનાઓ)નો દુરપયોગ કરી રહી છે.”
એમએનઆરઇએ વધુમાં જણાવ્યું હતું કે, ડિસકોમ અથવા પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ અને રાજ્ય નોડલ એજન્સીઓ કુસુમ યોજના અમલમાં મૂકશે જેના માટે વિગતવાર સૂચનાઓ જારી કરવામાં આવશે. એવું કહેવામાં આવ્યું છે કે, તમામ સંભવિત લાભાર્થીઓએ નોંધણી ફી ભરવા અથવા નકલી વેબસાઇટ્સ પર મહત્વપૂર્ણ ડેટા શેર કરવાનું ટાળવું જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “તેઓ યોજનાથી સંબંધિત આવશ્યક માહિતી મેળવવા અથવા મંત્રાલયના સત્તાવાર પોર્ટલ પર જઇને યોગ્ય માહિતી મેળવવા માટે તેમની ડિસ્કોમ / સ્ટેટ રીન્યુએબલ એનર્જી નોડલ એજન્સીઓનો સંપર્ક કરી શકે છે.” ગયા મહિને, આર્થિક બાબતોના કેબિનેટ સમિતિએ (સીસીઇએ) ખેડૂતોને નાણાકીય અને પાણીની સલામતી પૂરી પાડવાના હેતુસર કુસુમ યોજનાની રજૂઆતની દરખાસ્તને મંજૂરી આપી હતી.
આ યોજનામાં ત્રણ ઘટકો છે – 10,000 મેગાવોટનું વિકેન્દ્રીકૃત ગ્રાઉન્ડ-માઉન્ટ થયેલ ગ્રીડ-કનેક્ટેડ નવીનીકરણીય પાવર પ્લાન્ટ્સ, 17.50 લાખ સ્ટેન્ડઅલોન સોલાર સંચાલિત કૃષિ પમ્પ્સની સ્થાપના, અને 10 લાખ ગ્રિડ-કનેક્ટેડ સૌર સંચાલિત કૃષિ પમ્પ્સનું સોલિલાઇઝેશન.