નવી દિલ્હી : જો તમારે સપ્તાહમાં 4 દિવસ જ કામ પર જવું પડે, તો 66 % ભારતીય વ્યાવસાયિકો નવી કુશળતા શીખવા અથવા હોબીને સમય આપવા માંગે છે. આ એક તાજેતરના સરવેમાં જાહેર કરવામાં આવ્યું છે. ‘ફ્યુચર ઓફ વર્કપ્લેસ’ શ્રેણી હેઠળ, મોટાભાગના લોકોએ Knronos (ક્રોનોસ)ના સરવેમાં કંઈક નવું શીખવાની ઇચ્છા વ્યક્ત કરી છે, તેનાથી ઓછા ટેલિવિઝન, ફિલ્મો જોવા, સંગીત સાંભળવાનું પસંદ કરે છે.
ક્રોનોસ ઇન્ડિયાના મેનેજર જેમ્સ થોમસે કહ્યું હતું કે , “એ આશ્ચર્યની બાબત નથી કે યુવા ભારત નવી કુશળતા માટે વધુ તકો શોધે છે.” વૈશ્વિક સ્તરે વાત કરીએ તો લોકોની પર્સનલ લાઈફમાં 5 સૌથી મોટી ઈચ્છાઓમ પરિવાર સાથે સમય વિતાવવો, પ્રવાસ, વ્યાયામ, મિત્રો સાથે સમય વિતાવવો અને શોખ માટે સમય આપવાનો સમાવેશ થાય છે.
ફ્રાન્સ, જર્મની, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુકેમાં મોટાભાગના કર્મચારીઓએ ‘વધુ ઊંઘ મેળવવા’ ની ઇચ્છા વ્યક્ત કરી છે. તે જ સમયે, મેક્સિકોના મોટાભાગના લોકોએ કહ્યું કે તેઓ ટીવી, ફિલ્મો અને ગીતો સાંભળીને સમય પસાર કરવા માંગે છે. સર્વેક્ષણમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, મેક્સિકો, યુકે અને યુએસએના 3,000 કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા હતા.
સરવેમાં એ બાબત સામે આવી છે કે, ભારતના લોકો સૌથી મહેનતુ છે. 69 ટકા લોકોએ કહ્યું કે તેઓ અઠવાડિયાના 5 દિવસ માટે કામ કરવા માંગે છે, પછી ભલે તેઓને સમાન પગાર પર કામ કરવા માટે સ્વતંત્રતા મળે. મેક્સિકોમાં 43% અને યુ.એસ. માં 27% લોકો 5 દિવસ માટે કામ કરવા માંગે છે. યુકે (16 ટકા), ફ્રાંસ (17 ટકા) અને ઑસ્ટ્રેલિયા (19 ટકા) લોકો સપ્તાહમાં પાંચ દિવસ કામ કરવા માંગે છે.
એક તરફ ફ્રાંસ, જર્મની, યુ.એસ. અને યુ.કે.માં કર્મચારીઓએ ‘વધુ ઊંઘ’ મેળવવા માટે સમય ફાળવવા અંગે જણાવ્યું હતું અને યુ.કે.ના કર્મચારીઓની ઇચ્છા હતી કે તેમની પાસે વશુ સમય હોય તો તેઓ નવી કુશળતા હાંસલ કરવા તેમજ તેમના શોખ પાછળ એ સમયનો ઉપયોગ કરશે.