Congress: સોલાપુર-દક્ષિણ અને રામટેકમાં શિવસેના યુબીટીને મોટો આંચકો, કોંગ્રેસે અપક્ષ ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું
Congress: છેલ્લા એક મહિનાથી મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો હતો. આજે મતદાનના દિવસે સવારથી જ વિવિધ મતદાન મથકોની બહાર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. આ ચૂંટણી મહા વિકાસ અઘાડી (MVA) અને મહાયુતિ વચ્ચેની હરીફાઈમાં ફેરવાઈ ગઈ છે.
Congress આઘાડીમાં કોંગ્રેસની ભૂમિકા ઉદ્ધવ ઠાકરેના ઉમેદવારો માટે ફટકો બની રહી છે, ખાસ કરીને સોલાપુર અને રામટેક મતવિસ્તારમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. ગઠબંધનનાં ઉમેદવારોને ટેકો આપવાને બદલે અપક્ષ ઉમેદવારોને કોંગ્રેસના નેતાઓ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે, જે કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડીના યુ-ટર્નને કારણે ઠાકરેની સંભાવનાઓને ફટકો પડી શકે છે.
ઉદ્ધવ ઠાકરેએ રામટેકમાં MVA ઉમેદવાર તરીકે વિશાલ બરબેટેને ટિકિટ આપી હતી. જો કે, કોંગ્રેસના નેતા રાજેન્દ્ર મુલકે પક્ષપલટો કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે સ્થાનિક કોંગ્રેસના સાંસદો અને નેતાઓએ રાજેન્દ્ર મુલકની અપક્ષ ઉમેદવારી માટે સક્રિય પ્રચાર કર્યો છે. મતદાનના એક દિવસ પહેલા ભૂતપૂર્વ પ્રધાન અને કોંગ્રેસના નેતા સુનીલ કેદારે પણ મતદારોને રાજેન્દ્ર મુલકને સમર્થન આપવા અપીલ કરી હતી. આ અપીલે વિધાનસભા મતવિસ્તારમાં MVAનાં ગઠબંધનને વધુ જટિલ બનાવ્યું છે. આનાથી MVA ની અંદરના ચાલી રહેલી ભાંજગડ ઉજાગર થવા પામી છે.
આ ઉપરાંત સોલાપુર દક્ષિણ મતવિસ્તારમાં, ઠાકરેને કોંગ્રેસના નેતાઓના ફટકાનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના સાંસદ પ્રણિતી શિંદે અને પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેએ અપક્ષ ઉમેદવાર ધરમરાજ કદાડીને સમર્થન જાહેર કર્યું છે. શિંદેના આ ખુલ્લા સમર્થનને ઠાકરે માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ બાબત MVAની એકતાને નબળી પાડી રહી છે.
અગાઉ એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગઠબંધનની અંદર કોઈ મૈત્રીપૂર્ણ સ્પર્ધા નહીં હોય. એમવીએની અંદરની તિરાડો ચૂંટણીના દિવસે જ સ્પષ્ટ થઈ ગઈ