Valsad: અમદાવાદનાં ખ્યાતિકાંડ પછી વલસાડમાં એલર્ટ, PMJAY યોજનામાં વલસાડની આટલી હોસ્પિટલમાં મળે છે સારવાર, જાણો ડો.કિરણ પટેલે શું કહ્યું…
Valsad: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીઓના મોતને પગલે સમગ્ર રાજ્યમાં મોટાપાયા પર હોબાળો મચી ગયો છે. રાજ્ય સરકારે સાત હોસ્પિટલોને PMJAY યોજના માટે બ્લેકલિસ્ટ કરી છે અને ચાર ડોક્ટરોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે. આ દરમિયાન હવે વલસાડમાં PMJAY યોજનાની સ્થિતિ જાણવા માટે સત્ય ડે દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો અને વલસાડના CDHO ડો.કિરણ પટેલ સાથે વાત કરી હતી. સત્ય ડેના સિનિયર પત્રકાર દિશાએ ડો.કિરણ પટેલ સાથે કરેલી વાતમાં તેમણે કેટલીક બાબતો પર પ્રકાશ પાડ્યો અને સાથો સાથ PMJAY યોજનામાં મોનીટરીંગ સેલ રચવા અંગેના સૂચનો પણ કર્યા હતા.
Valsad: ડો.કિરણ પટેલે જણાવ્યું કે PMJAY યોજના હેઠળ વલસાડ જિલ્લામાં સાત હોસ્પિટલમાં કામગીરી કરવામાં આવે છે. આ સાત હોસ્પિટલોમાં અમિત હોસ્પિટલ, શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ, કસ્તુરબા વૈધકીય રાહત મંડળ, હરિયા એલજી રોટરી હોસ્પિટલ, નાડકર્ણી 21 સેન્ચ્યુરી હોસ્પિટલ, આદર્શ હોસ્પિટલ અને રેઈનબો સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું કે PMJAY યોજના હેઠળ વલસાડની અમિત હોસ્પિટલમાં
Valsad 142 એન્જિયોગ્રાફી અને 87 એન્જિયો પ્લાસ્ટી કરવામાં આવી છે. શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં 215 એન્જિયોગ્રાફી અને 236 એન્જિયો પ્લાસ્ટી કરવામાં આવી છે. કસ્તુરબા વૈધકીય રાહત મંડળમાં 193 એન્જિયોગ્રાફી અને 171 એન્જિયો પ્લાસ્ટી કરવામાં આવી છે. હરિયા એલજી હોસ્પિટલમાં 99 એન્જિયોગ્રાફી અને 58 એન્જિયો પ્લાસ્ટી કરવામાં આવી છે. નાડકર્ણી 21 સેન્ચ્યુરી હોસ્પિટલમાં 270 એન્જિયોગ્રાફી અને 248 એન્જિયો પ્લાસ્ટી કરવામાં આવી છે. આદર્શ હોસ્પિટલમાં 218 એન્જિયોગ્રાફી અને 133 એન્જિયો પ્લાસ્ટી કરવામાં આવી છે. રેઈનબો સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 78 એન્જિયોગ્રાફી અને 65 એન્જિયો પ્લાસ્ટી કરવામાં આવી છે. આમ કુલ 1215 એન્જિયોગ્રાફી અને 998 એન્જિયો પ્લાસ્ટી કરવામાં આવી છે.
ડો.કિરણ પટેલને પૂછવામાં આવેલા સરકાર દ્વારા મોનિટરીંગના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે PMJAY યોજના હેઠળ સરકાર તરફથી માત્ર આ યોજના હેઠળ જે કોઈ લાભાર્થી હોય એને PMJAY કાર્ડ કાઢી આપવામાં આવે છે અને PMJAY કાર્ડ લઈને જે તે હોસ્પિટલ લાભાર્થી અંગેની જે કોઈ પ્રોસિજર કરવાની હોય તે એટલે કે એન્જિયોગ્રાફી કે એન્જિયો પ્લાસ્ટી કરવાની હોય તેની જરુરિયાત પ્રમાણે કરે છે અને એનું પેમેન્ પણ નક્કી કરેલી આઉટ સોર્સિંગ એજન્સી દ્વારા કરવામાં આવે છે.
તેમણે કહ્યું કે સરકાર દ્વારા તો હાલના તબક્કે માત્ર કાર્ડ બનાવવાનો
અને જે તે દર્દીને પહોંચાવાની જ કામગીરી કરવામાં આવે છે.વલસાડમાંથી PMJAY યોજના અંગે ફરિયાદ અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે હાલના તબક્કે કોઈ ફરિયાદ આવી નથી પણ ગયા વર્ષે આ હોસ્પિટલો વિશે 6 જેટલી ફરિયાદો આવી હતી. ગ્રીવન્સિસ કમિટી(ફરિયાદ સમિતિ) છે તેની પાસે ફરિયાદો આવી હતી અને ફરિયાદોના આધારે હોસ્પિટલ અને દર્દીને બોલાવી વિગતો અને હકીકતો તપાસી દર્દીના રુપિયાનો ક્લેઈમ હતો તે પ્રમાણે દર્દીને રુપિયા પાછા અપાવ્યા હતા. હોસ્પિટલ કે ડોક્ટરો સામે કોઈ પગલા ભરવામાં આવ્યા ન હતા.
તેમણે કહ્યું કે ફરિયાદના અનુસંધાનમાં સમિતિ સમક્ષ સુનાવણી રાખવામાં આવ્યા અને ફરિયાદ યોગ્ય હોય કે એમાં વજુદ હોય તો ફરિયાદીને પૂરેપૂરા પૈસા પાછા અપાવી દઈએ છીએ. ફરીવાર આવા બનાવો બને તો શું? તો એનો જવાબ આપતા તેમણે કહ્યું કે કેટલીક વખત સાધનો નાંખવાના હોય તો જે તે વખતે દર્દીની પરવાનગી લીધી હોતી નથી અને લીધી હોય તો પણ એમની પાસે લેખિત હોતું નથી કે આ યોજના હેઠળ સાધનો આપી રહ્યા છીએ અને દર્દીને ગેરમાર્ગે દોરીને પૈસા લેવામાં આવે છે. આવા સાત કેસોમાં અમે પૈસા પરત અપાવ્યા છે.
પ્રિ અને પોસ્ટ ઓપરેશન પછી દર્દીઓને સીડી આપવામાં આવે છે
કે કેમ તે અંગેને સવાલના જવાબમાં ડો.કિરણ પટેલ સ્પષ્ટતા કરતા કહ્યું કે હજુ સુધી આ અંગે કોઈ ફરિયાદ આવી નથી. કોઈ દર્દીએ એવું કહ્યું નથી કે અમને સીડી મળી નથી. પણ હવે અમે તપાસ કરીશું. સરકાર પણ આ બાબતે જાહેર હિતમાં નીતિ વિષયક નિર્ણય લે તો એ આવકારદાયક રહેશે.દર્દીને પણ સીડી મળે તો એ અન્ય કાર્ડિયોલોજિસ્ટનો પણ સપર્ક કરીને અભિપ્રાય લઈ શકે છે અને ડોક્યુમેન્ટ તરીકે રાખી શકે.
ડો.કિરણ પટેલે અંતમાં કહ્યું કે આરોગ્ય ખાતાની ઓફિસમાં કોઈ પણ વ્યક્તિ વિના સંકોચે આવી શકે છે અને માર્ગદર્શન મેળવી શકે છે અને સંતોષકારક જવાબ સાથે માહિતી પણ આપીએ છીએ. જે રીતે મહેસાણામાં બનાવ બન્યો તો સરકારે પણ હવે ડોક્ટરોની કમિટી બનાવીને આનું જસ્ટીફિકેશન મેળવ્યું છે. જિલ્લા કક્ષાએ પણ સરકારે ડોક્ટરો અને એક્સપર્ટની કમિટી બનાવવાની રહે છે.