વોશિંગટન : અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે આતંકવાદ સામે તેને નિર્ણાયક પગલાં લેવા પડશે. યુનાઇટેડ સ્ટેટ્સે કહ્યું કે, જો ભારત પર કોઈ આતંકવાદી હુમલો કરવામાં આવે તો “મોટી સમસ્યા” ઉભી થશે. ટ્રમ્પ વહીવટના વરિષ્ઠ અધિકારીએ વ્હાઈટ હાઉસમાં જણાવ્યું હતું કે, “આપણે જોવું જોઈએ કે પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોઇબા જેવા આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરે છે કે નહીં, જે તેમના ક્ષેત્રમાં સક્રિય છે. જો પાકિસ્તાન ઇચ્છે છે કે આ ક્ષેત્રમાં ફરીથી કોઈ તણાવની સ્થિતિ ન થાય, તો તેને પગલાં લેવા પડશે.’
અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, “પાકિસ્તાનની વતી આ સંગઠનો સામે કોઈ નક્કર અને ગંભીર પ્રયત્નો કરવામાં આવ્યાં નથી, તો અન્ય કોઈપણ હુમલાથી પાકિસ્તાન માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે અને તે ફરીથી આ ક્ષેત્રને ટાળી શકે છે. બાલાકોટમાં ભારતીય વાયુ સેનાની એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન તરફથી ઉઠાવવામાં આવેલા પગલાં અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, યુ.એસ. અને આંતરરાજ્ય સમુદાય આતંકવાદી સંગઠનો સામે નક્કર અને નિર્ણાયક કાર્યવાહી થાય તે જોવા માંગે છે.
અધિકારીએ કહ્યું, “પાકિસ્તાન દ્વારા લેવામાં આવેલા પગલાઓનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવું એ અત્યારે ખૂબ જ વહેલું ગણાશે. તેમણે કહ્યું કે તાજેતરના સમયમાં પાકિસ્તાને કેટલાક “પ્રારંભિક” પગલાં લીધાં છે. દાખલા તરીકે, કેટલાક આતંકવાદી સંગઠનોની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે અને કેટલાકની ધરપકડ કરવામાં આવી છે તેમજ જૈશના છૂટાછવાયા કેટલાક અડ્ડાઓને વહીવટ તંત્ર દ્વારા પોતાના કબ્જામાં લેવામાં આવ્યા છે. અમેરિકન અધિકારીએ કહ્યું કે, આ પગલાં ઉપરાંત, પાકિસ્તાન દ્વારા ઘણું બધું કરવાની જરૂર છે.
અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા તાત્કાલિક કાર્યવાહી અપૂરતી હોવાનું જણાવી અને તેમણે કહ્યું હતું કે, ભૂતકાળમાં આપણે ઘણી વખત જોયું છે કે કેટલાક લોકો થોડા સમય માટે ધરપકડ કરવામાં આવે છે અને પછી તેને છોડી મુકવામાં આવતા હોય છે. જામત-ઉદ્-દાવાના ડોન દાઉદ હાફિઝ સઈદ અને જૈશના મસૂદ અઝહરના જાહેરમાં ફરવા અંગે સવાલ હતો. એટલું જ નહીં ઘણી વાર આતંકવાદીના મુખ્યાઓ સમગ્ર દેશમાં ફરવા અને રેલીઓ કરવા માટેની પરવાનગી પણ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, યુ.એસ. પાકિસ્તાન તરફથી નક્કર કાર્યવાહીની આશા રાખે છે. અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકા તેના આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે મળીને આતંકવાદના મુદ્દે પાકિસ્તાન ઉપર દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.