મુંબઈ : બોલીવુડના ભાઈજાન અને દબંગ અભિનેતા સલમાન ખાન લોકસભાની ચૂંટણી 2019 લડવાની આશા રાખનારને આંચકો લાગે તેવા સમાચાર આવી રહ્યા છે. જીહા ! છેલ્લા કેટલાક દિવસોથી સલમાન ખાન લોકસભા ચૂંટણી લડશે તેવી ચર્ચા ચાલી રહી હતી. પરંતુ સલમાને પોતે આ સમાચારનું ખંડન કર્યું છે. સલમાને ટ્વીટર મારફતે ચૂંટણી લડવાના સમાચારનું ખંડન કર્યું છે. તેમણે ટ્વીટરમાં લખ્યું કે, “હું ચૂંટણી લડવાનો નથી અને કોઈપણ પાર્ટીનો પ્રચાર પણ કરીશ નહીં” સલમાને પોતે ચૂંટણી લાડવાનો હોવાની વાતને અફવા ગણાવી હતી.
Contrary to the rumours I am not contesting elections nor campaigning for any political party..
— Salman Khan (@BeingSalmanKhan) March 21, 2019
મધ્યપ્રદેશની ઔદ્યોગિક રાજધાની ઇન્દોર સીટ પર કોંગ્રેસ સલમાન ખાનને લોકસભા ચૂંટણીમાં તેના ઉમેદવાર તરીકે ઉતારવાની તૈયારમાં હતા. છેલ્લા થોડા મહિનાથી કોંગ્રેસ તરફથી આ માંગ વધી રહી છે. ઇન્દોર લોકસભા બેઠકને ભાજપના ગઢ તરીકે ગણવામાં આવે છે. 30 વર્ષ પછી કોંગ્રેસ સલમાનના ટેકાથી આ બેઠક જીતવાની અપેક્ષા કરી રહી હતી, પરંતુ હવે સલમાનના ટ્વીટથી કૉંગ્રેસની અપેક્ષાઓ પર પણ પાણી ફરી વળ્યું છે.
સલમાનનો જન્મ ઇન્દોરના પાલાસિયા વિસ્તારમાં થયો હતો. મુંબઇ જતા પહેલાં, તેમણે પોતાના બાળપણનો મોટાભાગનો સમય અહીં પસાર કર્યો હતો. સલમાનના પરિવારના ઘણા લોકો અહીં રહે છે. ઇન્દોરમાં સલમાનના ઘણા ચાહકો પણ છે.