મુંબઈ : બૉલીવુડની અભિનેત્રી દીપિકા પાદુકોણ માને છે કે ભારતીય સિનેમા ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે ઓળખ પ્રાપ્ત કરશે. આ વર્ષની શરૂઆતમાં, દીપિકાની મુંબઈ એકેડમી ઓફ મૂવિંગ ઈમેજ (એમએએમઆઈ)ની ચેરપર્સન તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
દીપિકાએ કહ્યું કે, “હું આ પોસ્ટ પર બેસવા માટે એ માટે સહમત થઇ કારણ કે મને લાગે છે કે યુવાનોના એવા સંગઠનો, આંદોલનો તેમજ અમુક બાબતોનો ભાગ હોવો મહત્વપૂર્ણ છે જે વાસ્તવિકતામાં બદલાવ લાવે છે. ભવિષ્યમાં આપણા હાથોમાં જ છે. મને લાગે છે કે ભારતીય સિનેમાને વૈશ્વિક સ્તર પર ટૂંક સમયમાં જ ઓળખ મળશે અને મને આશા છે કે આપણે તેને નવા સ્તર પર લઇ જવામાં સફળ રહીશું.”
દીપિકા અહીં ઝી સિને એવોર્ડ્સ 2019 દરમિયાન મીડિયા સાથે વાતચીત કરી રહી હતી તેણીએ એમ પણ કહ્યું કે, તે ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ ‘છપાક’ના શૂટિંગ માટે દિલ્હી જશે. હાલના દિવસોમાં મેઘના ગુલઝારની ફિલ્મ ‘છપાક’ને લઈને દીપિકા વ્યસ્ત રહે છે. દીપિકા આ ફિલ્મમાં એસીડ પીડિતની ભૂમિકા ભજવી રહી છે.
નોંધનીય છે કે, તાજેતરમાં જ દીપિકા લંડનથી પરત ફરી છે, જ્યાં તેણી મેડમ તુસાદ વેક્સ મ્યુઝિયમમાં બનેલા પોતાના મીણના પૂતળાનું ઉદ્ઘાટન કરવા પહોંચી હતી. આ દરમિયાન તેના પતિ અભિનેતા રણવિરસિંહ તેમજ માતા પણ ઉપસ્થિત રહ્યા હતા.