IPL 2025 Mega Auction: લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સને તેમના નવા કેપ્ટન મળ્યા
IPL 2025 Mega Auction રિષભ પંતને લખનૌ સુપર જાયન્ટ્સે ખરીદ્યો છે. જ્યારે શ્રેયસ અય્યરને પંજાબ કિંગ્સે ખરીદ્યો છે. આ બંને ખેલાડીઓ પોતાની ટીમના કેપ્ટન બની શકે છે.
IPL 2025 Mega Auction પછી, લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સને તેમના નવા કેપ્ટન મળ્યા છે. ઋષભ પંતને લખનૌએ ₹27 કરોડમાં ખરીદ્યો હતો અને તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવે તેવી શક્યતા છે. પંત પહેલા દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો, પરંતુ હવે તે લખનૌ તરફથી રમશે. તે જ સમયે, શ્રેયસ ઐયરને પંજાબ કિંગ્સે હરાજીમાં ખરીદ્યો છે અને તે પંજાબનો કેપ્ટન પણ બની શકે છે. જો કે, આ બંને કેપ્ટનોની નિમણૂકને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ગત સિઝનમાં લખનૌનો કેપ્ટન કેએલ રાહુલ હતો, પરંતુ રાહુલને દિલ્હીએ ખરીદ્યો હતો, ત્યારબાદ પંત માટે કેપ્ટનશિપની તક ખુલી છે.
આ બંને ખેલાડીઓ આઈપીએલના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીઓમાં સામેલ છે અને તેમની કેપ્ટનશીપ ટીમો માટે મહત્વપૂર્ણ બની શકે છે.
શ્રેયસ અય્યર હવે પંજાબ કિંગ્સનો ભાગ છે અને તેને ટીમનો કેપ્ટન બનાવવાની સંભાવના છે. અય્યર અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો અને ત્યાં સુકાની પણ હતો, પરંતુ KKRએ તેને છોડી દીધો. હવે તેને પંજાબ કિંગ્સ દ્વારા 26.75 કરોડમાં ખરીદ્યો છે, અને ટીમ તેને કેપ્ટન બનાવી શકે છે.
IPL 2025 મેગા ઓક્શનના પ્રથમ દિવસ દરમિયાન કેટલાક અન્ય ખર્ચાળ સોદા પણ થયા હતા, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
-ઋષભ પંતને લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા27 કરોડમાં ખરીદ્યો હતો, જેનાથી તે IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.
– વેંકટેશ ઐયરને કોલકાતા નાઈટ રાઈડર્સદ્વારા 23.75 કરોમાં ખરીદ્યો હતો.
– યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહને પંજાબ કિંગ્સદ્વારા 18 કરોડમાં ખરીદ્યા હતા.
– જોસી બટલરને ગુજરાત ટાઇટન્સ દ્વારા15.75 કરોડમાં ખરીદ્યો હતો.
શ્રેયસ અય્યર પંજાબ કિંગ્સ માટે મહત્વનો ખેલાડી બની શકે છે અને તેના નેતૃત્વમાં ટીમ નવી દિશામાં આગળ વધી શકે છે.