IPL સિઝન-12ની પ્રથમ મેચમાં વિરાટ કોહલની ટીમનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કચ્ચરઘાણ કરી નાંખ્યું છે. ટોસ જીતીને ધોનીએ પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે પ્રથમ બેટીંગ કરનારી આરસીબીની ટીમ માત્ર 70 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. હવે ચેન્નાઈ સુપર કીંગ્સે 20 ઓવરમાં માત્ર 70 રન કરવાની જરૂર છે.
એક માત્ર પાર્થિવ પટેલ જ 29 રન કરી શક્યો હતો. જ્યારે બાકીના ખેલાડીઓ 10 રન પણ કરી શક્યા ન હતા. વિરાટ કોહલી પોતે પણ નજીવા સ્કોર પર આઉટ થઈ ગયો હતો. હરભજનસિંહ અને ઈમરાન તાહીરની ફિરકીમાં વિરાટની ટીમ તંબભેગી થઈ જવા પામી હતી. ભજ્જી અને તાહીરે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ બે વિકેટ હાંસલ કરી હતી. માત્ર ચોથી ઓલરમાં જ વિરાટ કોહલી પેવેલિયન ભેગો થઈ ગયો હતો. આરસીબીની ઠીમ આઉટ થતાં ચેન્નાઈ માટે ગેમ એક તરફી બની રહે એમ મનાય છે.