મુંબઈ : 21 માર્ચના રોજ સમગ્ર દેશમાં પવિત્ર રંગનો તહેવાર હોળી ધામધૂમથી ઉજવવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઘણા સ્ટાર્સએ તેમના ચાહકોને હોળી પર શુભેચ્છા પાઠવી હતી. જો કે, ડો. મશહૂર ગુલાટી તરીકે પ્રસિદ્ધિ હાંસલ કરનાર અભિનેતા સુનીલ ગ્રોવર હોળી જલ્દી પૂર્ણ થઇ જતા નિરાશ દેખાય હતા. આ સાથે જ લોકસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે છે, જેને ધ્યાનમાં રાખીને સુનિલે એવું ટ્વીટ કર્યું કે રાજકીય પાર્ટીઓએ પણ તેના વિશે સાવધ રહેવું જોઈએ. તેઓએ ટ્વિટ કર્યું, “હોળી સમાપ્ત, યાર હોળી 1 વર્ષમાં ત્રણ દિવસ હોવી જોઈએ. આ પ્રોમિસ જે પણ પક્ષ કરશે, મારો મત તેને જ મળશે.”
Holi khatam! Yar holi 1 saal main 3 din honi chahiye! . Jo bhi party yeh promise karegi, mera vote usi ko !
— Sunil Grover (@WhoSunilGrover) March 21, 2019
તાજેતરમાં, સોહીલ ખાનના જન્મદિવસ પર સુનિલ અને કપિલ શર્મા એકસાથે જોવા મળ્યા હતા. અફવાઓ પણ હતી કે સલમાન ખાન આ બંને કોમેડિયન વચ્ચે સમાધાન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેણે સુનિલને કપિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા શો’ માં જોડાવા કહ્યું હતું. જો કે, હમણાં આ સમાચારની કોઈ પુષ્ટિ નથી. નોંધનીય છે કે, સુનિલે કપિલ શર્મા સાથે વિવાદને કારણે તેના શોથી દૂર જવાનો નિર્ણય કર્યો હતો અને પોતાનો શો ‘કાનપુર વાલે ખુરાનાજ’ શરુ કર્યો હતો. પરંતુ આ પછી તેઓ બે ફિલ્મના શૂટિંગ માટે નીકળી ગયા હતા, જેમાં એક સલમાન ખાનની ‘ભારત’ છે અને વિશાલ ભારદ્વાજની ‘પટાખા’ છે.
સલમાનની ‘ભારત’ ફિલ્મમાં કેટરિના કૈફ, દિશા પટની, તબુ, જેકી શ્રોફ અને શશાંક સની અરોરા જેવા સ્ટાર જોવા મળશે. તે પણ સમાચાર છે કે, સુનિલ રિયાલિટી શો ‘નચ બલિયે’ની નવી સીઝન હોસ્ટ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, સુનીલના ડો. મશહૂર ગુલાટી, ગુઠ્ઠી, રીંકુ દેવી, મિસ્ટર ખુરાના અને બિલ્લા શરાબી જેવા મજેદાર પાત્રોએ ખુબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે.