મુંબઈ : 64 માં ફિલ્મ ફેર એવોર્ડ્સ 2019નું મુંબઇના જિયો સ્ટેડિયમમાં ઉમળકાભેર આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન આવેલી વિવિધ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન, સ્ટોરી, એક્ટિંગ, ડાયલોગ, સંગીત, ગીતો વગેરે અંગે રીવ્યુમાં ચર્ચા થતી જ હોય છે. પરંતુ આ તમામ ફિલ્મમાંથી દરેક કામની આગળ જ્યારે શ્રેષ્ઠ લાગતું હોય છે ત્યારે તે એવોર્ડના હકદાર બને છે. આવા શ્રેષ્ઠ કલાકારોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવતા હોય છે. તે જ પ્રમાણે મુંબઈમાં આયોજિત ફિલ્મ ફેર એવોર્ડમાં રણવીર સિંઘથી લઈને આયુષ્માન ખુરાના, અક્ષરા હસન, મૌની રોય, રાધિકા મદાન અને વિકી કૌશલ સહિતના સ્ટાર્સ ઉપસ્થિત રહ્યા હતા. એવોર્ડ નાઈટમાં ફિલ્મી હસ્તીઓએ વિવિધ પરફોર્મન્સ કરી વાતાવરણને રંગીન બનાવ્યું હતું, આ સાથે જ ઘણા ફિલ્મો અને સ્ટાર્સને એવોર્ડ પણ મળ્યા. કોને કઈ કેટેગરીમાં એવોર્ડ મળ્યો તેની સંપૂર્ણ લિસ્ટ અહીં રજૂ કરવામાં આવી છે, તેના પર નજર કરીએ :
શોર્ટ ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનેતા ફિમેલ – કિર્તી કુલારી (માયા)
શોર્ટ ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનેતા મેલ – હુસેન દલાલ (અભેદ્ય)
શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ ફિકશન – રોગન જોશ (ડિરેક્ટર સંજીવ વિજ)
શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ નોન ફિકશન – ધ સૉસર સિટી (દિગ્દર્શક સચિન બાલાસાહેબ સૂર્યવંશી)
શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ માટે પ્લસ ચોઇસ પુરસ્કાર – પ્લસ માઇન્સ
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી પુરસ્કાર – પંકજ કુમાર ‘તુમ્બાડ’ માટે
શ્રેષ્ઠ મહિલા પ્લેબેક ગાયક એવોર્ડ- ‘ઘૂમર’ માટે શ્રેયા ઘોષાલ
શ્રેષ્ઠ મેલ પ્લેબેક સિંગર પુરસ્કાર – અરિજી સિંહને ‘રાજી’ ફિલ્મના ‘એ વતન’ગીત માટે
શ્રેષ્ઠ VFX પુરસ્કાર – ફિલ્મ ઝીરો
શ્રેષ્ઠ બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મફેર પુરસ્કાર- ‘અંધાધૂંધ’ માટે ડેનિયલ બી જ્યોર્જ
શ્રેષ્ઠ એક્શન પુરસ્કાર- ફિલ્મ ‘મુક્કાબાજ’ માટે વિક્રમ દહિયા અને સુનિલ રોડ્રીગઝ
શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન એવોર્ડ – નિતિન ગેહની ચૌધરી ‘તુમ્બાડ’ માટે
શ્રેષ્ઠ એડિટિંગ એવોર્ડ- ‘અંધાધૂંધ’ માટે પૂજા લાઢા સુરતીને
શ્રેષ્ઠ કોસ્ચ્યુમ પુરસ્કાર – ‘મન્ટો’ માટે શીતલ શર્માને
બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન પુરસ્કાર- ‘તુમ્બાડ’ માટે કૃણાલ શર્માને
શ્રેષ્ઠ કોરિઓગ્રાફી પુરસ્કાર – ‘પદ્મવત’ ના ‘ઘુમર’ માટે કૃતિકા મહેશ
શ્રેષ્ઠ લિરિક્સ – ‘રાઝી’ માટે ‘એ વતન’ માટે ગુલઝારને
શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ (નોન ફિકશન) – સચિન બાલાસાહેબ સૂર્યવંશી
શ્રેષ્ઠ અભિનેતા ડેબ્યુ (ફિમેલ) – કેદારનાથ માટે સારા અલી ખાન
શ્રેષ્ઠ અભિનેતા ડેબ્યુટ (મેલ) – ઇશાન ખટ્ટરને ‘બિયોન્ડ ધ ક્લાઉડ’ માટે
લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ – હેમા માલિની
લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ (મરણોપરાંત) – શ્રીદેવી
શ્રેષ્ઠ વાર્તા – મુલ્ક (અનુભવ સિંહા)
શ્રેષ્ઠ સ્ક્રીનપ્લે – ‘અંધાધૂંધ’ (શ્રીરામ રાઘવન અને ટીમ)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા (ફિમેલ) – સુરેખા સિક્રીને ‘બધાઈ હો’ માટે
શ્રેષ્ઠ સહાયક અભિનેતા (મેલ) – ગજરાજ રાવને ‘બધાઈ હો’ માટે અને વિકી કૌશલને ‘સંજુ’ માટે
શ્રેષ્ઠ ફિલ્મ (લોકપ્રિય) – રાજી
શ્રેષ્ઠ ફિલ્મ (ક્રિટીક્સ) – અંધાધૂંધ
શ્રેષ્ઠ દિગ્દર્શક (ડેબ્યુ) – ‘સ્ત્રી’ માટે અમર કૌશિકને
શ્રેષ્ઠ દિગ્દર્શક – મેઘના ગુલઝારને ‘રાજી’ માટે
શ્રેષ્ઠ ડાયલોગ – અક્ષત ગિલ્ડીયાલ ‘બધાઈ હો’ માટે