Sambhal Violence: સંભલ હિંસા મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો
Sambhal Violence: જમિયત ઉલેમા-એ-હિંદે સંભલ હિંસા મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જમિયતે પોતાની અરજીમાં 1991ના પ્લેસેસ ઑફ વર્શિપ એક્ટનો ઉલ્લેખ કર્યો છે અને ધાર્મિક સ્થળોના સર્વે અંગેના આદેશોને ખોટા ગણાવ્યા છે. જમિયતનું કહેવું છે કે આ અધિનિયમ 1947ના ધાર્મિક સ્થળોના સ્વરૂપને જાળવવા માટેના નિર્દેશ આપે છે અને તેને સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવવો જોઈએ.
Sambhal Violence જમિયતે વધુમાં જણાવ્યું છે કે તેમની અરજી સુપ્રીમ કોર્ટમાં લંબિત છે, પરંતુ અત્યાર સુધી તેમાં કોઈ સુનાવણી શરૂ કરવામાં આવી નથી. આ સંદર્ભમાં, જમિયતના વકીલે સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારને પત્ર લખી પ્લેસેસ ઑફ વર્શિપ એક્ટ અંગે વહેલી સુનાવણીની માગ કરી છે.
હવે જોવું રહ્યું કે સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણીની તારીખ ક્યારે નક્કી કરે છે.