Asaduddin Owaisi: અસદુદ્દીન ઓવૈસીએ અજમેર શરીફ દરગાહને શિવ મંદિર હોવાનો દાવો કરવાના વિવાદ પર તીખી પ્રતિક્રિયા આપી
Asaduddin Owaisi AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ અજમેર શરીફ દરગાહને શિવ મંદિર હોવાનો દાવો કરવાના વિવાદ પર તીખી પ્રતિક્રિયા આપી છે. તાજેતરમાં જ એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે અજમેર શરીફ દરગાહ હિન્દુ મંદિરની જમીન પર આવેલી છે અને તેને શિવ મંદિર તરીકે જાહેર કરવામાં આવે. ઓવૈસીએ આ અરજી પર સખત વાંધો વ્યક્ત કર્યો અને સવાલ ઉઠાવ્યો કે જો આવા વિવાદોને પ્રોત્સાહન આપવામાં આવશે તો દેશમાં કાયદાનું શાસન ક્યાં રહેશે?
Asaduddin Owaisi AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાના દાવા સાથે જોડાયેલી અરજી પર તીખી પ્રતિક્રિયા આપી છે. ઓવૈસીએ કહ્યું, “દરગાહ છેલ્લા 800 વર્ષથી છે અને અત્યાર સુધી નેહરુથી લઈને મોદી સુધીના તમામ વડાપ્રધાન દરગાહ પર ચાદર મોકલતા આવ્યા છે. પરંતુ ભાજપ અને આરએસએસ મસ્જિદો અને દરગાહ વિરુદ્ધ નફરત કેમ ફેલાવી રહ્યા છે? ”
#WATCH | On a suit claiming Shiva temple within Ajmer Sharif dargah AIMIM MP Asaduddin Owaisi says, "The dargah has been there for the last 800 years…Prime Ministers starting from Nehru have been sending 'Chadar' to the dargah. PM Modi too sends 'Chadar' there…Why have… pic.twitter.com/EF92G4EnEm
— ANI (@ANI) November 28, 2024
તેમણે વધુમાં કહ્યું હતું કે, “નીચલી અદાલતો શા માટે પૂજા સ્થળ કાયદાની સુનાવણી નથી કરતી? આવા દાવાઓથી કાયદાનું શાસન નબળું પડી રહ્યું છે, અને લોકશાહી જોખમમાં છે. આ દેશના હિતમાં નથી. મોદી અને આરએસએસનું શાસન છે. દેશમાં કાયદાના શાસનને નબળી પાડી રહ્યું છે.”
ઓવૈસીએ એ પણ પૂછ્યું કે કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુ આ મુદ્દે શું પગલાં લઈ રહ્યા છે, અને શું સરકાર આવા કિસ્સાઓમાં કાયદાના શાસન અને ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નક્કર પગલાં લેશે. તેમણે કહ્યું કે જો આવા વિવાદો વધતા રહેશે તો ભારતની ધાર્મિક એકતા અને સહિષ્ણુતા જોખમમાં આવી જશે. ઓવૈસીએ એ પણ યાદ અપાવ્યું કે અજમેર શરીફ દરગાહ છેલ્લા 800 વર્ષથી આ સ્થાન પર આવેલી છે અને તેને હિંદુ-મુસ્લિમ એકતાનું પ્રતિક માનવામાં આવે છે.
આ વિવાદ અજમેર શરીફ દરગાહના ઈતિહાસ અને ધાર્મિક મહત્વને લઈને નવા વિવાદને જન્મ આપી શકે છે અને ઓવૈસીએ તેને ધાર્મિક સૌહાર્દને નુકસાન પહોંચાડતું પગલું ગણાવ્યું છે.