Post Delivery Care in Cattle: વિયાણ બાદ ગાય કે ભેંસને જર ન પડે ત્યારે શું કરવું?

Arati Parmar
2 Min Read

Post Delivery Care in Cattle: પશુપાલકો માટે ઉપયોગી ઘરગથ્થુ ઉપચાર

Post Delivery Care in Cattle: આજના સમયમાં ગુજરાતમાં પશુપાલન માત્ર પૂરક વ્યવસાય નહીં રહી, તે હવે લાખો રૂપિયાની આવકનું સાધન બની ચૂક્યું છે. છતાં, ગાય કે ભેંસ જેવી દૂધધારી પાશુપાલક ઍનિમલ્સમાં કેટલાક આરોગ્યસંબંધી પ્રશ્નો ઊભા થાય છે. ખાસ કરીને વિયાણ પછી ‘જર’ કે ‘મેલી’ ન પડવી એ સામાન્ય સમસ્યા છે.

ઘરગથ્થુ ઉપચાર: ભીંડા અને મૂળા લાવે રાહત

ગારીયાધાર પશુ દવાખાનાના ડૉ. રાહુલભાઈ જણાવે છે કે, ગાય કે ભેંસને વિયાણ થયા બાદ જો જર ન પડે તો આયુર્વેદિક ઉપચાર કરી શકાય છે:

એક આખો મૂળો અને દોઢ કિલો ભીંડા લેવા..

વિયાણ થયા બાદ 2 કલાકમાં પશુને મૂળો ખવડાવવો.

Post Delivery Care in Cattle

જો જર ન પડે, તો 1.5 કિલો ભીંડો અને થોડું મીઠું ભેળવી ખવડાવવું.

8 કલાકની અંદર મેલી પડવાનું શરૂ થઈ શકે છે.

જો ઉપચારથી પરિણામ ન મળે તો આ કાયદેસર પગલાં લો

જો ઉપર જણાવેલા ઉપચાર છતાં કોઈ ફેરફાર ન થાય, તો “જરનો આગળનો ભાગ” કાપીને ગાંઠ લગાવવી એક ઉપાય છે. આથી બાકીનો ભાગ જાતે અંદર જઈ શકે છે. પણ, આ પ્રક્રિયા સંપૂર્ણ સફાઈ અને કુશળતાથી કરવી જરૂરી છે.

Post Delivery Care in Cattle

જાતે હાથ ન લગાડવો, ચિકિત્સકનો સંપર્ક કરો

પશુપાલકોને મહત્વની સૂચના છે કે કોઈ પણ સ્થિતિમાં ગર્ભાશયમાં જાતે હાથ ન મૂકવો. તેનાથી ઇન્ફેક્શન થઈ શકે છે. જો ઘરગથ્થુ ઉપચારથી લાભ ન મળે, તો તરત પશુ ચિકિત્સા અધિકારી અથવા નજીકના પશુ દવાખાનામાં સંપર્ક કરો.

Share This Article