BJP: ભાજપા સરકારની જનતાને મૂર્ખ બનાવવાની પરંપરા ચાલુ..
- પહેલા ૨૦૦૦ % સુધીનો જંત્રી વધારો સૂચવીને હવે જનતાના સૂચનો અને વાંધા મંગાવે છે..
કોંગ્રેસની ત્રણ માંગ હતી
૧) જંત્રી વધારાના સૂચનો અને વાંધા મંગાવવાની મુદતમાં વધારો કરો..
૨) જંત્રીના વાંધા અને સૂચનો online સાથે offline પણ મંગાવો..
૩) જનતાના વાંધા સૂચનો મેળવ્યા વગર ૧૨ વર્ષે સીધો ૨૦૦૦ % સુધીના જંત્રી વધારો પહેલા પરત ખેંચો અને સૂચનો મંગાવો…
BJP ભાજપા સરકારની હંમેશા કાર્ય પદ્ધતિ અને પેટન્ટ રહી છે, પહેલા જુલમનો અતિરેક કરવો પછી લાગતા વળગતા લાભાર્થી એશો.-મંડળો-ક્લબો – ઉદ્યોગગૃહો અને અમુક પ્રતિનિધિઓ આદરપૂર્વક વિરોધ કરવા બોલાવવા અને અંતે એમાં થોડો ઓછો જુલમ કરવાની ખાતરી આપવી અને ધાર્યુ કામ પૂર્ણ કરવું આમ દર વખતે ભાજપના પોતાના જનવિરોધી લક્ષાંકો સિદ્ધ કરી ઘીના ઠામમા ઘી ભેળવે છે…
આમ સરકાર માટે જનતાની પણ સ્પષ્ટ ધરણા છે ૨૦૦૦ % વધારામાં અંશતઃ ઘટાડો કરીને લાભાર્થી મિત્રોને સમજાવી દેવાની ચાલ છે..અને લાભાર્થી મિત્રો વાંધા સૂચનો સ્વીકારવાની અને વાંધા સૂચનો ઓફ લાઇન સ્વીકારવાની બાબતને પોતાની સફળતા સ્વીકારીને સંતોષ માની પણ લેશે…
પરંતુ રાજ્ય સરકારની સૂચિત ૨૦૦૦ % જંત્રી વધારા બાબતે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને શિકાર બનાવી છે, અહીંયા માત્ર સ્ટેમ્પ ડયુટીનો પ્રશ્ન નથી સ્ટેમ્પ્ટ ડ્યૂટીની આવક રાજ્ય સરકારમાં જમા થાય છે અને કેપિટલ ગેઇન કેન્દ્ર સરકારની આવક છે અને સ્ટેમ્પ્ટ ડયુટી 6% છે અને કેપિટલ ગેઈન 12.5+ સરચાર્જ=15% થી 30+ સરચાર્જ=33% સુધી પહોંચશે…આમ સ્ટમ્પ્ટ ડ્યૂટી સાપ છે અને કેપિટલ ગેઇન એ કાળોતરો છે…
એટલે ગુજરાતની સરકાર ખુદ રાજ્ય સરકારની અને જનતાની અધોગતિ નોતરી રહી છે…આ સૂચિત જંત્રીનો અમલ કરાવશે તો રાજ્યના વિકાસની કમર તૂટી જશે…