મુંબઈ : કોઈ પણ શંકા વિના પ્રિયંકા ચોપરા દેશનું ગર્વ છે. પ્રિયંકાએ પોતાની પ્રતિભા પર માત્ર બોલીવુડમાં જ નહીં પણ હોલીવુડમાં પણ તેની ખાસ જગ્યા બનાવી છે. ગયા વર્ષે, તેણી તેના અને નિક જોનાસના શાહી લગ્ન વિશેની ચર્ચામાં હતી. પરંતુ હાલમાં જ વાત સામે આવી હતી કે તેઓ ટૂંક સમયમાં છૂટાછેડા લેશે.
યુએસ બેઝડ મેગેઝીને એવો દાવો કરવાની સાથે કવર સ્ટોરી છાપી હતી કે, લગ્નના માત્ર 117 દિવસો પછી આ સેલિબ્રિટી કપલ છૂટાછેડા લેવા જય રહ્યું છે. આ સમાચાર બાદથી પ્રિયંકા-નિકના સંબંધની ચર્ચા બધે ફેલાયેલી છે. દરમિયાન, એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પ્રિયંકા અને નિકે હવે આ મેગેઝિન સામે કેસ કરવાનો નિર્ણય લીધો છે.
એક સ્રોત મુજબ, એવું કહેવામાં આવે છે કે આવી રિપોર્ટ્સ ફક્ત તેમની કૉપિઓ વેચવા માટે બનાવવામાં આવી છે. પ્રિયંકા અને નિક તેમના લગ્નજીવનમાં ખૂબ ખુશ છે પરંતુ તેઓ લોકોની પ્રતિક્રિયાથી નાખુશ છે કારણ કે જ્યારથી તેઓના લગ્ન થયા છે ત્યારથી આવી વાતો ફેલાવવામાં આવી રહી છે. પ્રિયંકા-નિકનું માનવું છે કે, જો આ એપ્રિલ ફૂલનું પ્રેન્ક હતું તો એ બહુ જ ખરાબ હતું.
આ મેગેઝિનના સમાચાર મુજબ, તેમાં લખવામાં આવ્યું હતું કે, નિક તેની પત્ની પ્રિયંકાના નખરાંને લઈને ખૂબ જ ચિંતિત છે. પ્રિયંકા બધી જ બાબતોમાં ઝઘડો કરે છે, ભલે તે નિક કરતાં મોટી હોય પણ તે 21 વર્ષની છોકરીની જેમ વર્તે. નિક તેની આવી બાબતોથી થાકી ગયો છે અને તેના જ કારણે બંનેએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે.
પ્રિયંકા સાથે સંકળાયેલા સ્રોતે જણાવ્યું હતું કે, જ્યારે પ્રિયંકા કઈંક નક્કી કરે છે તો તેને પૂરું કરીને જ રહે છે. હવે તે તેની લીગલ ટિમ સાથે આ અંગે વાત કરી રહી છે અને આ પ્રકારના સમાચાર છાપનારને સારો પાઠ ભણાવવા માગે છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે આ સમાચાર આવ્યો, ત્યારે તે તેના પતિ નિક સાથે મિયામીમાં હોલીડે માનવી રહી હતી.