S. Jaishankar: વિદેશ મંત્રી જયશંકરે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત છે
વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે (13 ડિસેમ્બર, 2024) લોકસભામાં પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા માટે ભારતના અભિગમની સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે, જેમ કે તે તેના અન્ય પડોશી દેશો સાથે ઈચ્છે છે, પરંતુ આ માટે પાકિસ્તાને આતંકવાદના મુદ્દે પોતાનું વલણ બદલવું પડશે.
S. Jaishankar જયશંકરે એમ પણ કહ્યું કે ભારતે હંમેશા પાકિસ્તાન પાસે આતંકવાદ વિરુદ્ધ નક્કર પગલાં ભરવાની માગણી કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતે પાકિસ્તાન સાથે વારંવાર સરહદ પારના આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે આતંકવાદ અને મંત્રણા એકસાથે ન ચાલી શકે. જો પાકિસ્તાન પોતાનું જૂનું વલણ નહીં બદલે તો તેની અસર દ્વિપક્ષીય સંબંધો પર પડશે.
લોકસભામાં ભાજપના સાંસદ નવીન જિંદાલના પ્રશ્નના જવાબમાં જયશંકરે કહ્યું હતું કે,
S. Jaishankar “ભારત પાકિસ્તાન સાથેના સંબંધોમાં સુધારાની અપેક્ષા રાખે છે, પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે પાકિસ્તાન આતંકવાદને ખતમ કરવા માટે પગલાં ભરે.” તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન સાથેના વેપાર સંબંધોમાં બગાડ માટે પાકિસ્તાન સરકારને જવાબદાર ઠેરવતા તેમણે સ્પષ્ટ કર્યું કે 2019માં પાકિસ્તાને લીધેલા નિર્ણયોને કારણે આ સંબંધોમાં ખલેલ પડી હતી.
જયશંકરે કહ્યું કે પાકિસ્તાને સમજવું પડશે કે જો તે આતંકવાદ ચાલુ રાખશે તો સંબંધો સુધરશે નહીં. તેમના મતે, હવે તે પાકિસ્તાન પર નિર્ભર કરે છે કે તે પોતાનું વલણ બદલે છે કે નહીં, કારણ કે આ મુદ્દે ભારતની સ્થિતિ એકદમ સ્પષ્ટ છે.