લોકસભાની ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસ વધુ 6 નામ જાહેર કર્યા છે. ખાસ કરીને સુરત બેઠક સર્જાયેલા વિવાદના કારણે પાટીદાર યુવા નેતા અને કોંગ્રેસ સક્રીય આગેવાન અશોર આઘેવાડાનું નામ સત્તાવાર રીત જાહેર કરીને કોંગ્રેસે વિરોધીઓની ઐસી તૈસી કરી નાંખી છે.
અશોક આઘેવાડાને ટીકીટ આપવા સામે પ્રદેશ કોંગ્રેસના મંત્રી હસમુખ દેસાઈ અને સુરત મહાનગર પાલિકાના વિપક્ષ નેતા પપ્પન તોગડીયાએ વિરોધ કર્યો હતો અને તેમના સમર્થક ગણાતા કોર્પોરેટ સોનલ દેસાઈને ભાજપમાં મોકલી આપ્યા હતા. સોનલ દેસાઈએ પાછલા અઢી વર્ષમાં શું કર્યું તે કોઈને ખબર નથી, પણ રાતોરાત તેઓ વરાછા વિસ્તારમાં ચર્ચાસ્પદ બન્યા અને ભાજપમાં જોડાઈ ગયા.
સુરત ઉપરાંત કોંગ્રેસે ભાવનગરથી પારથી ભાટોલને ટીકીટ આપી છે. જ્યારે સાબરકાંઠામાંથી રાજેન્દ્ર ઠાકોર અને ભાવનગરમાંથી મનહર પટેલને ટીકીટ આપવાની જાહેરાત કરી છે. અમરેલીમાંથી પરેશ ધાનાણીનું નામ આજે સત્તાવાર યાદીમાં જાહેર કરાયું છે.