Allu Arjun emotional post :’મને બાળકની ચિંતા છે…’: અલ્લુ અર્જુનની હ્રદયસ્પર્શી પોસ્ટ, કાયદાકીય અડચણો વચ્ચે મળવાની ઈચ્છા વ્યક્ત કરી
મને શ્રી તેજની હાલતને લઈને ચિંતા છે, તે હાલ ડોક્ટરોની દેખરેખમાં છે અને તેની સારવાર ચાલી રહી છે
આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં હું પીડિત પરિવાર માટે દરેક સંભવિત મદદ કરવા તૈયાર છું અને તેમની સાથે મારી સંપૂર્ણ સંવેદના છે
મુંબઈ, સોમવાર
Allu Arjun emotional post : 13 ડિસેમ્બરનો દિવસ અલ્લુ અર્જુન અને તેના પરિવાર માટે મુશ્કેલ હતો. સંધ્યા થિયેટર કેસમાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટે એક મહિના માટે જામીન મંજુર કર્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે અલ્લુ તેના ચાહકોને મળવા માટે થિયેટર ગયો હતો, પરંતુ ભીડ બેકાબૂ થતા નાસભાગ મચી ગઈ. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને 8 વર્ષનો બાળક ગંભીર રીતે ઘવાયો હતો, જેની હાલ સારવાર ચાલી રહી છે.
8 વર્ષના બાળક માટે અલ્લુ અર્જુનની ઇમોશનલ પોસ્ટ
15 ડિસેમ્બરે અલ્લુ અર્જુને એક ઈમોશનલ પોસ્ટ લખી હતી, જેમાં બાળકની હાલત માટે ચિંતા વ્યક્ત કરી હતી. તે જણાવ્યું હતું, “હું શ્રી તેજની તબિયત વિશે ખૂબ ચિંતિત છું. તે ડોક્ટરોની દેખરેખમાં છે અને તેને જે ટ્રીટમેન્ટ મળી રહી છે, તેનાથી હું આશાવાન છું.” અલ્લુએ ઉમેર્યું કે કાનૂની સમસ્યાઓને કારણે તે બાળક અને તેના પરિવારને મળવામાં અસમર્થ છે, પરંતુ પરિવાર માટે તે તમામ મદદ કરવા માટે તત્પર છે.
ઘટનાને અજાણતા બનાવ તરીકે સંબોધી
જેલમાંથી છૂટ્યા પછી અલ્લુએ મીડિયા સાથે વાત કરતા ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ અને અજાણતા બનેલી તરીકે વર્ણવી. તેમણે કહ્યું, “હું છેલ્લા 20 વર્ષથી સિનેમામાં જઈ રહ્યો છું, પરંતુ આ વખતે કંઈક ભિન્ન બન્યું.” પીડિત પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી તેણે કહ્યું કે આ મુશ્કેલ સમયમાં પરિવારને તમામ મદદ પૂરી પાડવામાં આવશે.
મહિલાના પરિવાર માટે સંવેદના અને બચેલા બાળક માટે આશા
આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના પડઘામાં, અલ્લુએ તેમના ચાહકો સાથે નાસભાગ ટાળવા અને શાંતિ જાળવવાની અપીલ પણ કરી.