Pune Lohegaon Airport: પુણેના લોહેગાંવ એરપોર્ટનું નામ બદલવામાં આવશે, અજિત પવારના પ્રસ્તાવને વિધાનસભામાં મંજૂરી
Pune Lohegaon Airport મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા પુણેના લોહેગાંવ એરપોર્ટનું નામ બદલવાનો પ્રસ્તાવ 19 ડિસેમ્બર 2024ના રોજ મહારાષ્ટ્ર વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ હેઠળ એરપોર્ટનું નામ બદલીને “જગદગુરુ સંત તુકારામ મહારાજ એરપોર્ટ” રાખવામાં આવશે. હવે આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે, જેથી નામ બદલવાની પ્રક્રિયાને આગળ વધારી શકાય.
Maharashtra Assembly passed a resolution on 19th December to rename Pune’s Lohegaon airport as “Jagadguru Sant Tukaram Maharaj Airport”. This resolution will be sent to Central Government for necessary action and rename the airport.
The resolution was proposed by Deputy Chief…
— ANI (@ANI) December 20, 2024
વિધાનસભાના નિયમ 110 હેઠળ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી હતી અને વિધાનસભાએ તેને મંજૂરી આપી હતી. અગાઉ મહારાષ્ટ્ર કેબિનેટે પણ આ નામ બદલવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો.
જગદગુરુ સંત તુકારામ મહારાજનો જન્મ લોહેગાંવમાં થયો હતો, જ્યાં પુણે ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે. તુકારામ મહારાજે પણ તેમનું બાળપણ આ સ્થળે વિતાવ્યું હતું, જેના કારણે લોહેગાંવ અને તુકારામ મહારાજ વચ્ચે ગાઢ સંબંધ છે. આ નામ પરિવર્તન તુકારામ મહારાજના યોગદાન અને પુણે સાથેના તેમના જોડાણોને સન્માનિત કરશે.