Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર, જાણો ફાઇનલ ક્યારે યોજાશે
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સંપૂર્ણ શિડ્યુલ હવે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મહત્વપૂર્ણ મેચોની તારીખો જાહેર કરવામાં આવી છે. ટૂર્નામેન્ટની શરૂઆત 19 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી થઈ શકે છે. આ પછી, બીજી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે, જ્યારે દક્ષિણ આફ્રિકાની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સાથે કરાચીમાં રમાશે. ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનના ત્રણ શહેરો- કરાચી, લાહોર અને રાવલપિંડી-ની પસંદગી કરવામાં આવી છે.
ટીમ ઈન્ડિયા શેડ્યુલ
Champions Trophy 2025 Schedule: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ ત્રણ ગ્રુપ મેચ રમશે. પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે, બીજી પાકિસ્તાન સામે 23 ફેબ્રુઆરીએ અને ત્રીજી મેચ ન્યૂઝીલેન્ડ સામે 2 માર્ચે રમાશે. સેમી ફાઈનલ 4 અને 5 માર્ચે રમાશે જ્યારે ફાઈનલ મેચ 9 માર્ચે રમાશે. જો કે, અંતિમ સ્થળ વિશે હજુ સુધી માહિતી આપવામાં આવી નથી.
અન્ય મુખ્ય મેચો
– 21 ફેબ્રુઆરી: અફઘાનિસ્તાન વિ દક્ષિણ આફ્રિકા (કરાચી)
– 22 ફેબ્રુઆરી: ઓસ્ટ્રેલિયા વિ ઈંગ્લેન્ડ (લાહોર)
– 24 ફેબ્રુઆરી: બાંગ્લાદેશ vs ન્યુઝીલેન્ડ
– 27 ફેબ્રુઆરી: પાકિસ્તાન વિ બાંગ્લાદેશ (રાવલપિંડી)
ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં યોજાશે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ શરૂઆતમાં હાઇબ્રિડ મોડલને સ્વીકારવામાં આનાકાની કરતું હતું, પરંતુ ICCના દબાણ બાદ તેણે તેને મંજૂરી આપી હતી. હવે, ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજાના દેશમાં મેચ રમશે નહીં અને 2027 સુધી બંને દેશોમાં આઇસીસી ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ યોજાશે.
– 19 ફેબ્રુઆરી: પાકિસ્તાન vs ન્યુઝીલેન્ડ
– 20 ફેબ્રુઆરી: ભારત વિ બાંગ્લાદેશ
– 21 ફેબ્રુઆરી: અફઘાનિસ્તાન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા
– 22 ફેબ્રુઆરી: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ
– 23 ફેબ્રુઆરી: ભારત વિરુદ્ધ પાકિસ્તાન
– 2 માર્ચ: ભારત વિ ન્યુઝીલેન્ડ
– 4 માર્ચ: પ્રથમ સેમિફાઇનલ
– 5 માર્ચ: બીજી સેમિફાઇનલ
– 9 માર્ચ: ફાઇનલ