વાપી થી પસાર થતા નેશનલ હાઇવે નં 8 ને અડીને આવેલા સર્વિસ રોડ ઉપર આજે સવારે એક સેન્ટ્રો કાર દ્વારા એક વ્યક્તિનો અકસ્માત કરીને કાર ચાલક ફરાર થઇ ગયો હતો. આ કાર દ્વારા થયેલા અકસ્માતમાં વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મોત નો મલાજો સાચચવામાં વાપી પોલીસ સદંતર નિષ્ફળ નીવડી હતી. આ વ્યક્તિની લાશ ઘટના સ્થળે 3 ક્લાક રઝડી હતી. બે ક્લાક સુધી રઝડેલી લાશ પર રાજકરણીઓ પણ રાજકરણ કરવા આવ્યાં ન હતાં કારણ કે આ લાશ સામાન્ય માણસની હતી એટલા માટે જ ?
અને અગાઉ વાપી વિસ્તારમાં થયેલી હીટ એન્ડ રનની ઘટનામાં ગાડી ભાજપના એક રાજકરણીની હોવાના કારણે પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લઇને હત્યાંરી લાશોને તથા ગાડીઓને રાતોરાત હટાવી દેવામાં આવી હતી. પરંતુ સામાન્ય માણસની સાથે બનેલી ઘટનાની ગંભીરતા નથી પોલીસ પાસે કે પછી રાજકરણી પાસે. તો શું સામાન્ય માનવીની જીંદગીની કોઇ વેલ્યુ નથી કેમ કોઈ ના આવ્યું 3 કલાક સુધી તે વાત ચર્ચા નો વિસય બની રહી છે