અપ્રમાણસર મિલકતનો કેસ: સંદીપ ખોપકરની આવકની સામે મિલકતો અતિશય શંકાસ્પદ જણાતા કેસ નોંધાયો
સુરત અને નવસારી જિલ્લામાં ACB એ મોટી કાર્યવાહી કરી છે. નવસારીના ખાન-ખનીજ વિભાગના નિવૃત અધિકારી સંદીપ ખોપકરની અપ્રમાણસર મિલકતના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અધિકારીએ પોતાના કાર્યકાળ દરમિયાન સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદે આવક મેળવેલી હોવાની ACB ની તપાસમાં પુષ્ટિ મળી છે.
શું બહાર આવ્યું ACBની તપાસમાં?
-
સંદીપ ખોપકર પાસે પોતાના કાયદેસર આવકના સ્ત્રોત કરતા 62.13% જેટલી વધુ અપ્રમાણસર મિલકત મળી આવી.
-
નિવૃત અધિકારીએ પોતાની ફરજ દરમ્યાન સત્તાનો દુરુપયોગ કરીને ગેરકાયદે આવક એકત્રિત કરી, વિવિધ જગ્યાએ મિલકતો વસાવી.
-
ગેરકાયદે આવકના આધારે સ્થાવર અને જંગમ મિલકત ખરીદવાના પુરાવા પણ ACBને હાથ લાગ્યા.
-
શરૂઆતના ચકાસણામાં ખોપકરની મિલકતો તેમની આવકની સામે અતિશય શંકાસ્પદ અને અસંગત જણાતા કેસ નોંધાયો હતો.
-
કેસ નોંધાયા બાદ આજે અધિકારીને ACB દ્વારા સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી.
-
વધુ નાણાકીય વ્યવહારો, બેંક એકાઉન્ટ્સ, મિલકતો અને સંકળાયેલા લોકો અંગે ACB વધુ ઊંડી તપાસ કરી રહી છે.
ACB અધિકારીનું નિવેદન (DySP આર.આર. ચૌધરી – સુરત ACB)
“અપ્રમાણસર મિલકત અંગે પ્રાપ્ત થયેલી માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. નિવૃત અધિકારી સંદીપ ખોપકર વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા તેમની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે.”
