Success Story Ips Pooja Yadav : ટ્યુશન શિક્ષકથી રિસેપ્શનિસ્ટ સુધીની સફર, હવે દેશની ખૂબસૂરત IPS અધિકારીઓમાં સામેલ – જાણો કોણ છે પૂજા યાદવ
ટ્યુશન શીખવી અને રિસેપ્શનિસ્ટથી IPS બનવા સુધીની પૂજા યાદવની પ્રેરણાદાયી સફર
હરિયાણાથી ગુજરાત સુધી, DCP ટ્રાફિક પૂજા યાદવની સફળતાની અનોખી કહાની
Success Story Ips Pooja Yadav : હરિયાણાના સોનીપતમાં જન્મેલી IPS પૂજા યાદવ ચર્ચામાં છે. આ દિવસોમાં તે ગુજરાતના રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં વ્યસ્ત છે. આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવતી પૂજા યાદવની સફળતાની કહાની ખૂબ જ પ્રેરણાદાયી છે. M.Techનો અભ્યાસ અને પછી UPSC ની તૈયારી કરતી વખતે તેમણે બાળકોને ટ્યુશન શીખવ્યું. એટલું જ નહીં તે રિસેપ્શનિસ્ટ તરીકે પણ કામ કરતી હતી. UPSPમાં સિલેક્ટ થયા બાદ પૂજા યાદવ દેશના સૌથી સુંદર IPS ઓફિસરોમાં સામેલ છે.
હરિયાણાથી ગુજરાત
પૂજા યાદવ 2018 બેચની IPS ઓફિસર છે. તે હરિયાણાના સોનીપતની છે.
રાજકોટમાં પોસ્ટ
પૂજા યાદવ હાલ રાજકોટ, ગુજરાતમાં પોસ્ટેડ છે. તેમની પાસે DCP ટ્રાફિક રાજકોટ શહેરની જવાબદારી છે.
બાયોટેક અભ્યાસ
પૂજા યાદવે હરિયાણામાં પોતાનો પ્રારંભિક અભ્યાસ પૂર્ણ કર્યા પછી, બાયોટેકનોલોજીમાં B.Tech અને પછી ફૂડ ટેક્નોલોજી અને મેનેજમેન્ટમાં M.Tech ડિગ્રી મેળવી.
પતિ IAS છે
20 એપ્રિલ 1991ના રોજ જન્મેલી પૂજા યાદવના લગ્ન 2016 બેચના IAS ઓફિસર વિકલ્પ ભારદ્વાજ સાથે થયા છે.
મસૂરીમાં મુલાકાત
બંનેની મુલાકાત મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં થઈ હતી. આ પછી, બંનેએ 2021 માં લગ્ન કર્યા.
સોશિયલ મીડિયા પર લોકપ્રિય
પૂજા યાદવ યુપીએસસીના પહેલા પ્રયાસમાં નિષ્ફળ રહી હતી, પરંતુ તેણે બીજા પ્રયાસમાં 174મો રેન્ક મેળવ્યો હતો. પૂજા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેને સુંદર સ્થળોની મુલાકાત લેવી ગમે છે.
પૂજાની યાત્રા પ્રેરણાદાયી છે
પૂજા યાદવ ભલે આજે આઈપીએસ છે, પરંતુ તે એક વખત કેનેડામાં કરિયર બનાવવા ગઈ હતી, ત્યાં નોકરી કરી અને પછી જર્મની ગઈ હતી પરંતુ તે પછી તે ભારત પરત આવી અને પછી યુપીએસપીની પરીક્ષામાં ક્વોલિફાય થઈ.
બે વર્ષ પહેલા રાજકોટની ડીસીપી ટ્રાફિક બનેલી પૂજા યાદવે જોરદાર કાર્યવાહી દર્શાવી છે. હિટ એન્ડ રનના કેસ વધતાં ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
સેલિબ્રિટી શૈલી
સોશિયલ મીડિયા પર પૂજા યાદવની ઘણી તસવીરો છે. આ તમામ તેમના અંગત પ્રવાસો સાથે સંબંધિત છે.
ગુજરાત કેડરમાં બદલી
વિકલ્પ ભારદ્વાજ કેરળ કેડરના અધિકારી છે પરંતુ પૂજા સાથે લગ્ન કર્યા બાદ તેમની બદલી ગુજરાત કેડરમાં થઈ ગઈ.