Afghanistan: અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા : સરહદે સૈન્ય સાથે ટેન્કો તૈનાત
Afghanistan પાકિસ્તાને કરેલી એરસ્ટ્રાઈકનો બદલો લેવા અફઘાન સેના સજજ જણાઈ રહી છે. અને સરહદે ખતરનાક ટેન્કો, સૈનિકો ખડકયા છે હવે અફઘાન-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે તાલિબાને બદલો લેવાના સોગંધ ખાધા છે.
Afghanistan અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની એરફોર્સ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાને લઈને તાલિબાન ગુસ્સે છે. અફઘાનિસ્તાન સરકારે પુષ્ટિ કરી છે કે આ હવાઈ હુમલામાં ૪૬ લોકોના મોત થયા છે. તાલિબાન સરકારે પહેલા જ કહયું હતું કે તે આ હુમલાનો જવાબ આપશે અને હવે તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
તાલિબાને પાકિસ્તાન સરહદ પાસે ખતરનાક ટેક્રો અને હથિયારો સાથે પોતાની સેના તૈનાત કરી છે. અફઘાનિસ્તાન પર હુમલાને લઈને પાકિસ્તાન તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. બીજી તરફ અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર આક્રમક છે.
અફઘાન સરકારના પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે કહૃાું હતું કે તેઓ ચોક્કસપણે આ હુમલાનો બદલો લેશે. અફઘાન મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન સરકારે પાકિસ્તાન સાથેની સરહદ તરફ તેના સૈનિકો અને ખતરનાક હથિયારોની તૈનાતી વધારી દીધી છે. સૈન્ય તૈનાતીમાં વધારાને કારણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંઘર્ષ વધી શકે છે.
પાકિસ્તાની હુમલા બાદ અફઘાન સેના ખૂબ જ આક્રમક સ્થિતિમાં છે. અફઘાનિસ્તાનના સ્થાનિક મીડિયા અહેવાલો સૂચવે છે કે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર પાકિસ્તાન સામે બદલો લેવાની યોજના બનાવી રહી છે. તાલિબાને હુમલાની નિંદા કરતા કહૃાું કે મોટાભાગના પીડિતો વઝિરિસ્તાનમાં રહેતા શરણાર્થીઓ હતા.
તેણે વળતી કાર્યવાહીની પણ ચેતવણી આપી છે. એટલું જ નહીં, મીડિયા રિપોર્ટ્સ એ પણ સૂચવે છે કે અફઘાનિસ્તાનના સંરક્ષણ પ્રધાન મોહમ્મદ યાકુબ મુજાહિદે પાકિસ્તાનને ચેતવણી આપ્યા પછી સરહદ પર હથિયારો અને સેનાની ભારે તૈનાતી કરવામાં આવી છે. પાકિસ્તાને કથિત રીતે અફઘાનિસ્તાનમાં કાર્યરત આતંકી સંગઠન પર હુમલો કર્યો હતો, પરંતુ ખાસ વાત એ છે કે તેને અફઘાન તાલિબાનનું સહયોગી માનવામાં આવે છે. માર્ચમાં જ પાકિસ્તાને કહૃાું હતું કે અફઘાનિસ્તાનની અંદરના સરહદી વિસ્તારોમાં ગુપ્ત માહિતીના આધારે હુમલા કરવામાં આવ્યા હતા.
હવે અફઘાનિસ્તાનના વળતા હુમલા પછી પાકિસ્તાન આક્મક બને છે કે પછી કાયરની જેમ આતંકીઓની પાછળ સંતાઈને રક્ષણાત્મક વલણનું નાટક કરીને યુદ્ધ કરવાની રણનીતિ અપનાવે છે, તે અંગેની ચર્ચા પણ ગ્લોબલ મીડિયામાં શરૂ થઈ ગઈ છે.