મુંબઈ : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો હાલના દિવસોમાં શોના પ્રખ્યાત પાત્ર ‘દયાબેન’ને લઈને ચર્ચામાં છે. મીડિયા અહેવાલો અનુસાર, શોમાં ‘દયાબેન’ ની ભૂમિકા ભજવતી અભિનેત્રી દિશા વાંકાણીને ટૂંક સમયમાં રિપ્લેસ કરવામાં આવી શકે છે. સમાચાર મુજબ, નિર્માતાઓએ ‘દયાબેન’ના નવા ફેસની પણ શોધ ચાલી રહી છે. શોના ચાહકોમાં એ સવાલ ખાસ ચર્ચાઈ રહ્યો છે કે, શા માટે દિશા વાકાણી શોમાં વાપસી કરી રહી નથી ? અહેવાલો અનુસાર, શોમાં પરત ન ફરવા પાછળનું કારનું ખુબ જ આશ્ચર્યજનક છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દિશાના પતિ અને શોના નિર્માતા અસિત વચ્ચે કંઈક મતભેદ ચાલી રહ્યા છે. આ સાથે જ દિશાના પતિ મયુર પાંડિયાએ જણાવ્યું હતું કે, દિશાની અમુક ફી ચુકવવાની બાકી છે. જેની ચુકવણી હજુ સુધી મેકર્સે કરી નથી. આ સાથે જ શોના નિર્માતાએ કહ્યું કે, કોઈપણ પ્રકારની ફી ચુકવવાની બાકી નથી કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, દિશાના પતિ મયૂરે કેટલીક શરતો પણ રાખી છે. આ શરતો અનુસાર, દિશા ફક્ત મહિનામાં 15 દિવસ માટે જ કાર્ય કરશે અને એક જ દિવસમાં ફક્ત 4 કલાક કામ કરશે. આ સાથે જ નિર્માતા અસિતને મયૂરની આ શરતો બિલકુલ મંજુર નથી. નિર્માતાઓ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે દિશાના પતિ કેમ આમ કરે છે?
એવું કહેવામાં આવે છે કે શૉમાંના બધા પાત્ર શૂટિંગ દરમિયાન સખત મહેનત કરે છે. જો દિશા શોમાં પરત જશે તો તેમની અને ઉત્પાદકો વચ્ચેની શરતો પર પણ મીટિંગ કરવામાં આવશે. તેની પાછળનું કારણ જણાવવામાં આવી રહ્યું છે કે, “દયાબેન’ શોમાં ન હોવા છતાં પણ શોની ટીઆરપી પર કોઈ અસર પડી નથી. ઉલ્લેખનીય છે કે, હજુ સુધી આ બાબતની પુષ્ટિ થઇ નથી કે દિશાએ શોને અલવિદા કહી દીધું છે કે મેકર્સે દયાબેનના પાત્ર માટે નવા ચહેરાને સાઈન કરી લીધો છે.