ન્યૂઝ ચેનલ સાથેના ઈન્ટરવ્યુમાં હાર્દિક પટેલે પોતાની કેફિયત વ્યક્ત કરી હતી. હાર્દિકે કોંગ્રેસમાં જોજાવા અંગે કહ્યું કે કોંગ્રેસમાં રહીને ગાંધીજી, સરદાર પટેલ અને નેહરુના અહેસાસ થાય છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં રાજદ્રોહ રદ્દ કરવાની વાત કરી છે રાષ્ટ્રદ્રોહ રદ્દ કરવાની વાત કરી નથી.
હાર્દિકને અલ્પેશ ઠાકોર અંગે પૂછાયેલા પ્રશ્ન અંગે હાર્દિકે કહ્યું કે અલ્પેશને સત્તાની નજીક રહેવાનું ગમે છે. હવે વિપક્ષમાં રહીને કોઈ મુખ્યમંત્રી બની શકતો નથી. અલ્પેશને કોંગ્રેસે ધણું આપ્યું હતું. અલ્પેશના કહેવાથી વિધાનસભામાં સાત ટીકીટો આપી હતી અને તેમાંથી ત્રણ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ પણ આવ્યા છે. કોંગ્રેસે હોદ્દાઓ આપ્યા પણ વિપક્ષમાં રહીને સત્તા હાંસલ કરી શકાતી નથી.
હાર્દિકે કહ્યું કે ગુજરાતમાં ડરનો માહોલ છે. ગુજરાતમાં સામ, દામ, દંડની નીતિ અપનાવામાં આવી રહી છે. લોકો ગભરાયેલા છે.
અલ્પેશે આરોપ મૂક્યો છે કે કોંગ્રેસમાં રૂપિયા માંગવામા આવ્યા હોવા અંગેના પ્રશ્નના જવાબમાં હાર્દિકે કહ્યું કે કોંગ્રેસ યુવાઓને લાવવાનું કામ કરે છે. કોંગ્રેસ કદી રૂપિયા લઈને ટીકીટ આપતી નથી કે રૂપિયાના જોરે કોંગ્રેસમાં કશું મેળવી શકાતું નથી. યુવા શક્તિને આગળ લાવવા માટે કોંગ્રેસે યુવાઓ પર વિશ્વાસ મૂક્યો હતો.
હાર્દિકે કહ્યું મેં ટીકીટ માંગ હતી અને જામનગરથી ટીકીટ માંગ હતી અને જો અમિત શાહ સામે લડવાની વાત હોત તો પાર્ટીનો આદેશ પણ માન્યો હોત. માત્ર ટીકીટ માટે કોંગ્રેસ જોઈન કરી નથી. પાટીદાર સહિત સવર્ણોને અનામત મળી ગઈ ત્યાર બાદ આંદોલન ચાલું રાખવાની જરૂર હતી ખરી? તેવો પ્રશ્ન હાર્દિકે કર્યો હતો.