મુંબઈ : બોલીવુડ અભિનેત્રી સન્ની લિયોનીએ મલયાલમ ફિલ્મોમાં એન્ટ્રી કરી છે. તાજેતરમાં, સની લિયોનીની મલયાલમ ફિલ્મ ‘મધુરા રાજા’ રીલીઝ કરવામાં આવી છે. મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મમૂટી, મધુરા રાજામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સની લિયોનીએ ફિલ્મમાં ખાસ આઈટમ સોંગ પર ડાન્સ કર્યો છે. આ અંગે અતિશય ચર્ચા થઇ રહી છે. મલયાલી દર્શકો સન્ની લિયોનીનું આઇટમ સોંગ જોઈને ખુશીથી ઝૂમી ઉઠે છે.
મલયાલી પ્રેક્ષકોમાં સન્ની લીઓનીનો ક્રેઝનો પુરાવો સિનેમા હોલમાં જ જોવા મળ્યો, સિનેમા હોલમાં મધુરા રાજાની સ્ક્રીનિંગ દરમિયાન પુરાવા મળી આવ્યા હતા કે પ્રેક્ષકો તેની પાછળ પાગલ છે. ફિલ્મ દરમિયાન સની લિઓનીનું આઈટમ સોંગ જેવું સાહરુ થયું એટલે તરત જ સિનેમા હોલમાં ઉપસ્થિત મોટાભાગના દર્શક ખુરશી પરથી ઉભા થઈને નાચવા લાગ્યા હતા. જીહા ! આ લોકોએ સ્ક્રીનની સામે જ ડાન્સ શરુ કરી દીધો હતો. કોઈ વ્યક્તિએ સિનેમા હોલના આ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા. બાદમાં આ વિડીયો સની લિઓની પાસે પહોંચતા તેણીએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર તેના ફેન્સનો આ વિડીયો શેર કર્યો હતો. વિડીયોમાં સાની લિયોનીના ડાન્સ ડઠે પ્રેક્ષકો ડાન્સની સાથે ચિચયારી કરતા નજરે પડે છે.
સનીએ વિડીયો શેર કરતા લખ્યું હતું કે, “ફિલ્મને ફેન્સનો જબરદસ્ત રિસ્પોન્સ મળતો જોઈને ખુબ જ ખુશી થઇ.”