Amreli: બનાવટી લેટર કાંડમાં ફસાયેલ પાટીદાર દીકરીનો મામલો..
અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક પીડિત દીકરી ને આપશે કાયમી નોકરી..
આજે અમરેલીના સામાજિક આગેવાનો એ સહકારી આગેવાન દીલીપ સંધાણી ને આ મુદ્દે કરી હતી રજૂઆત…
અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દીલીપભાઈ સંઘાણી દ્વારા ત્વરીત નિર્ણય કરવામાં આવ્યો..
આજે મળી બેંક ની બોર્ડ મીટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો..
જેલમુકતિ બાદ પીડિત દીકરી ઈચ્છે તો અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક મા કાયમી નોકરી આપવા થયો ઠરાવ..
બેંકના તમામ ડિરેકટરો દ્વારા દીલીપભાઈ સંધાણી ના આ પ્રસ્તાવ ને વધાવાયો…
પાટીદાર દીકરી ને ફરી સન્માન મળે અને પોતે આત્મ નિર્ભર બને તેવો પ્રયાસ : ભાવના ગોંડલીયા