મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને રાજકુમાર રાવ ટૂંક સમયમાં ‘મેન્ટલ હે ક્યાં’ ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મનું પોસ્ટર સામે આવવાની સાથે જ તેને લઈને ચર્ચા શરુ થઇ ગઈ છે. પરંતુ ફિલ્મની રિલીઝ તારીખ નક્કી કરવામાં આવી ન હતી. હવે નવા પોસ્ટરોમાં ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. બધું જ યોગ્ય રહ્યું તો આ ફિલ્મ 21 જૂને રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ફિલ્મમાં કરીના કપૂરને કાસ્ટ કરવામાં આવનાર હતી.
ફિલ્મ ‘મેન્ટલ હે ક્યાં’નું નવું પોસ્ટર જોવામાં ખુબ જ જોખમી નજરે પડે છે. આમ કંગના રનૌત અને રાજકુમાર રાવ બંને જોવા મળે છે. બંનેએ તેમની જીભ પર રેઝર બ્લેડ હોલ્ડ કરી છે. ફિલ્મની રિલીઝ ડેટ અગાઉ 29 માર્ચ હતી. પરંતુ કંગનાના વ્યસ્ત શેડ્યૂલને લીધે ફિલ્મની રિલીઝની તારીખ આગળ ધપાવવામાં આવી છે.
હવે ફિલ્મના નવા પોસ્ટરમાં રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. કંગના પહેલી વખત રાજકુમાર રાવની ઓપોઝીટ જોવા નળશે. એકતા કપૂર મૅન્ટલ ફિલ્મનું નિર્માણ કરી રહી છે. મૂવી પોસ્ટરમાં રહેલો કંગનાનો બોલ્ડ લૂક ચર્ચામાં છે. ફિલ્મનું નિર્દેશન પ્રકાશ કોવેલામૂડીએ કર્યું છે.